Featured|દેશદેશ

નવરોઝ અને નવરેઝ વચ્ચેનો ફરક નથી જાણતા પ્રિયંકા વાડ્રા

જો નમામિ ગંગે નિષ્ફળ છે તો પ્રિયંકા વાડ્રાએ ગંગાજળ કેમ પીધું?

દેશના લોકોની નસ ઓળખવી એ કોઈ સરળ કામ નથી હોતું. જે આગેવાન દેશની જનતાના મનની વાત જાણી લેતો હોય છે તે જ તેના પર શાસન કરતો હોય છે. કમનસીબે ગાંધી પરિવારમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી બાદના તમામ સભ્યો માત્ર પોતાના કરિશ્મા પર જ શાસન કરવાની આદત ધરાવતા હોવાથી તેઓ વારંવાર કોઈને કોઈ લોચા મારતા હોય છે.

આવો જ એક લોચો કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા વાડ્રાએ વાળ્યો હતો જ્યારે તેમણે બે અલગ અલગ ઉત્સવોને મિક્સ કરી દીધા હતા. એકચ્યુઅલી બે દિવસ અગાઉ કાશ્મીરી પંડિતોનો ઉત્સવ નવરેઝ હતો, પરંતુ પ્રિયંકા ચોપરાએ પોતાની માતા સોનિયા ગાંધીના વખાણ કરીને થોડી ઘણી લોકપ્રિયતા હાંસલ કરવાના ચક્કરમાં લોકોને ટ્વીટર પર નવરેઝને બદલે નવરોઝની શુભેચ્છાઓ આપી દીધી હતી.

ખરેખર તો નવરોઝ એ પારસીઓનો ઉત્સવ છે જે ધર્મ સાથે પ્રિયંકાના દાદા ફિરોઝ ગાંધી જોડાયા હતા. આ ઉત્સવ આપણી ધૂળેટીને દિવસે જ આ વર્ષે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ પ્રિયંકા ગાંધી કદાચ તે દિવસે પારસી ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ આપવાની ભૂલી ગયા હશે એટલે તેમણે નવરેઝના દિવસે તેમને વિશ કરી દીધા.

ચાલો એમ પણ માનીએ કે કદાચ પ્રિયંકા વાડ્રાના સોશિયલ મિડિયા સ્ટાફે આ ભૂલ કરી હશે પરંતુ શું કોઇપણ ટ્વીટ કર્યા અગાઉ પ્રિયંકા વાડ્રા તેને ચેક નહીં કરતા હોય? આવી મોટી ભૂલને લીધે એ સાબિત થઇ ગયું છે કે પ્રિયંકા વાડ્રા અને ગાંધી પરિવાર માત્ર મત મેળવવાની આશાએ જ ભારતીય તહેવારોમાં સામેલ થવાનું માત્ર નાટક કરતા હોય છે.