Featured|દેશદેશ

મેનકા ગાંધી: આ ચુંટણીમાં કોઈ ચમત્કાર જ રાહુલને બચાવશે

274views

પીલીભીતથી 6 વખત સાંસદ રહી ચૂકેલી ભારતીય જનતા પાર્ટીની મેનકા ગાંધીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં ફરી એક વખત ગાંધી પરિવારના છેલ્લા સપૂત અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પાછો કટાક્ષ કર્યો છે.

મેનકા ગાંધીએ ઇન્ટવરવ્યૂમાં કહ્યું કે, રાહુલ ગાંધી કઈ પણ કરી લે, “વડાપ્રધાન તો બની શકશે જ નહિ”. રાહુલ ગાંધી સાથે- સાથે તેમને સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી અને રાષ્ટ્રીય લોકદળવાળી મહાગઠબંધને ચુનોતી આપતા કહ્યું કે, કોંગ્રેસના લોકોમાં મને હરાવવાની તાકાત નથી.

ભાજપે આ વખતે મેનકા ગાંધીને પીલીભીતને બદલે સુલતાનપુરથી ચૂંટણી લાડવા ઉતાર્યા છે. જયારે સુલતાનપુરના સાસંદ રહી ચૂકેલા તેમના સપુત્ર વરુણ ગાંધીને પીલીભીતની ટિકિટ આપી છે. અગાઉ તેમને જણાવ્યું હતું કે, સુલતાનપુર બેઠક પરથી તેમના પતિ સંજય ગાંધી બે વખત અને વરુણ ગાંધી ગત ચુંટણીમાં જીતી ચૂક્યા છે.

રાહુલના બે જગ્યાએ ચૂંટણી લડવાના બાબતે ગાંધીએ જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ બે કે તેનાથી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે. પણ મારા મતે રાહુલ ને ભૂલવું જ પડશે કે તેઓ ક્યારે પણ વડાપ્રધાન નહિ બની શકશે.