Featured|દેશદેશ

બિરિયાની ખાવા માટે લાજ શરમ નેવે મૂકી દેતા કોંગ્રેસી કાર્યકર્તાઓ

બિરિયાની ખાવા માટે લાજ શરમ નેવે મૂકી દેતા કોંગ્રેસી કાર્યકર્તાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણીવાર કહ્યું છે કે જ્યારે તેઓ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે ત્યારે તેનો મતલબ એવો હોય છે કે ભારતે કોંગ્રેસી સંસ્કૃતિમાંથી મુક્ત થવું પડશે. બિજનૌર બેઠક પર કોંગ્રેસની ટીકીટ પર લડી રહેલા નસીમુદ્દીન સિદ્દીકીના સમર્થકોએ ગઈકાલે એ જ કોંગ્રેસી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા જેની ટીકા વડાપ્રધાન વારંવાર કરતા હોય છે.

નસીમુદ્દીન સિદ્દીકીએ પોતાની ચૂંટણી સભા બાદ કાર્યકર્તાઓ માટે બિરિયાની પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ સભા પત્યા બાદ પહેલા બિરિયાની ખાવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં રીતસરની મારામારી ચાલુ થઇ ગઈ હતી. અહીં એ બતાવવું જરૂરી છે કે સિદ્દીકીની એ સભા માટે ચૂંટણી પંચ પાસે આગોતરી મંજૂરી પણ લેવામાં નહોતી આવી.

શનિવારે બનેલી આ ઘટના બિજનૌરના પૂર્વ ધારાસભ્ય મૌલાના જમીલના ઘર પર આ સભા આયોજિત કરવામાં આવી હતી. સભા પત્યા બાદ બપોરના ભોજનરૂપે બિરિયાની પીરસવામાં આવનાર  હતી પરંતુ ત્યાં હાજર કોંગ્રેસીઓમાં પહેલા બિરિયાની પર હાથ કોણ સાફ કરે એ મામલામાં હાથાપાઈ થઇ હતી. મામલો એટલી હદે ખરાબ થઇ ગયો કે લોકો એકબીજા સાથે મલ્લયુદ્ધ કરવા માંડ્યા અને કેટલાકે તો એકબીજા પર લાઠીઓ પણ વરસાવી હતી!

પરિસ્થિતિને વધુ વણસતા અટકાવવા પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તોફાની ભીડને વિખેરી નાખી હતી. સ્થાનિક અધિકારીએ IPCની વિવિધ કલમો હેઠળ તેમજ આદર્શ આચારસંહિતાના ભંગ રૂપે જમીલ તેમજ તેમના પુત્ર નઈમ અહમદ સહીત 34 લોકો સામે ગુનો નોંધ્યો છે. અત્યારસુધી લગભગ નવ લોકોની ધરપકડ થઇ ચૂકી છે.