Featured|દેશદેશ

તમિલનાડુમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફોટોગ્રાફરની ધોલાઈ કરી

કોંગ્રેસના આ આતંકવાદી પ્રેમના મૂળિયાં ખૂબ ઊંડા છે

હજી થોડા જ દિવસો અગાઉ રાહુલ ગાંધીએ પોતાની રેલી દરમ્યાન બેભાન થયેલા પત્રકારને હોસ્પિટલ લઇ જતા ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થયા હતા. પરંતુ રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના પ્રમુખથી કોઈ પ્રેરણા લેતા હોય એવું લાગતું નથી. ગઈકાલે તમિલનાડુમાં કોંગ્રેસની રેલી દરમ્યાન ત્યાંના કોંગ્રેસી કાર્યકર્તાઓએ એક પ્રેસ ફોટોગ્રાફરની ધોલાઈ કરી હતી.

આ ફોટોગ્રાફરનો વાંક એટલો જ હતો કે તે રેલીમાં મોટી સંખ્યામાં ખાલી રહેલી ખુરશીઓના ફોટો પાડી રહ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેને ઘેરી લઈને તેની ધોલાઈ જ શરુ કરી દીધી હતી. વિરુધુનગરમાં થા રહેલી આ સભા તમિલનાડુ કોંગ્રેસના પ્રમુખ કે એસ અલાગીરી સંબોધિત કરી રહ્યા હતા અને આ સમયે ત્યાં મોટાભાગની ખુરશીઓ ખાલી હતી.

પેલો પ્રેસ ફોટોગ્રાફર તો ત્યાં માત્ર પોતાની ફરજ  બજાવી રહ્યો હતો પરંતુ તેને તેમ કરતા માત્ર રોકવામાં જ ન આવ્યો પરંતુ તેને મારવામાં પણ આવ્યો. આ ઘટના એ બાબતે પણ પ્રશ્ન કરે છે કે શું રાહુલ ગાંધીએ પેલા પત્રકારને મદદ કરી તે પણ શું ચૂંટણીના સમય દરમ્યાન સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવાનો જ તેમનો પ્રયાસ હતો? કે પછી તે પહેલેથી જ નક્કી કરેલું કોઈ નાટક હતું?