Featured|ગુજરાતગુજરાત

અલ્પેશ સ્વાર્થ માટે કોંગ્રેસમાં જોડાયો; ઠાકોર સમાજ ભાજપ સાથે: ઠાકોર સેના

कोंग्रेस विधायक अल्पेश ठाकोर ने पेहले गाँधी के गुजरात में परप्रांतीयों के विरूद्ध हिंसा भड़काई,  अब सद्भावना उपवास का नाटक कर रहे हैं

આજે મહેસાણામાં ઠાકોર સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સનમાં અંબાલાલ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કર્યા હતા. અંબાલાલ ઠાકોરે દાવો કર્યો હતો કે ઠાકોર સમાજના મોટાભાગના લોકો ભાજપ સાથે જ છે. અંબાલાલ પટેલે અલ્પેશ ઠાકોર પર આરોપ મૂક્યો હતો કે તે રાજકારણમાં કે કોંગ્રેસમાં એટલે જોડાયો છે કારણકે તેને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો હતો નહીં કે ઠાકોર સમાજ માટે.

અંબાલાલ ઠાકોરના કહેવા અનુસાર ગુજરાતમાં ભાજપ સરકાર નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડી શકી છે અને તેનો મહત્તમ લાભ ઠાકોર સમાજના લોકોને મળ્યો છે.

એક તરફ અલ્પેશ ઠાકોરનું કદ કોંગ્રેસમાં ઓછું કરી દેવામાં આવ્યું છે કારણકે તેણે માંગેલી ચાર બેઠકોમાંથી એક બેઠક પર પણ કોંગ્રેસે ઠાકોર સેનાના કાર્યકર્તાને ટીકીટ નથી આપી. બીજી તરફ એવા સમાચાર પણ છે કે અલ્પેશ ઠાકોરે તેનો બદલો લેતા બનાસકાંઠાની બેઠક પર પોતાના બે મળતિયાઓને અપક્ષ તરીકે ઉભા રાખ્યા છે.

આવા સંજોગોમાં હવે ઠાકોર સમાજ જેના નામે અલ્પેશ ઠાકોરે અત્યારસુધી મોટો રાજકીય લાભ લીધો છે તે પણ જો તેનાથી અળગો થઇ જશે તો તેની પરિસ્થિતિ વધારે બગડી શકે છે.