Featured|દેશદેશ

સેમ પિત્રોડાએ ભારતીય મોબાઈલ યુઝર્સને વાંદરા કહ્યા

VIDEO: મધ્યમવર્ગ સેલ્ફીશ ન બને અને વધુ ટેક્સ ભરે: સેમ પિત્રોડા

સેમ પિત્રોડા એટલેકે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના મુખ્ય સલાહકારે ભારતીય મોબાઈલ યુઝર્સને વાંદરા કહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને ટેલિકોમ ક્ષેત્ર અને ભારતમાં વધતી જતી મોબાઈલ યુઝર્સની સંખ્યા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ પ્રકારે ઉત્તર આપ્યો હતો.

પિત્રોડાનું કહેવું હતું કે ભારતીયોને માટે મોબાઈલ એ માત્ર મનોરંજનનું સાધન છે અને આવું કોઈ સાધન જાણેકે કોઈ વાંદરાને પકડાવી દેવામાં આવ્યું હોય એ રીતે તેઓ તેનો ઉપયોગ કરતા હોય છે. સેમ પિત્રોડાને મતે ભારતીયોમાં મોબાઈલ ફોન કેવી રીતે વાપરવો અથવાતો તેનો યોગ્ય ઉપયોગ કેમ કરવો તેનો ખ્યાલ આવનારા પાંચથી દસ વર્ષ પછી ખબર પડશે.

પોતાના આ નિવેદન બાદ જ્યારે સોશિયલ મિડિયા પર વિવાદ ઉભો થયો અને તેમની ટીકા થતા જોઇને સેમ પિત્રોડાએ આ સમગ્ર પ્રકરણનો દોષ મિડિયા પર નાખી દીધો હતો.

આ અગાઉ પણ સેમ પિત્રોડા વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. તેમણે એક અઠવાડિયા અગાઉ ભારતની વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને સબૂત માંગ્યા હતા. આ ઉપરાંત તેમણે 26/11નો હુમલો અમુક પાકિસ્તાનીઓએ કર્યો હોવાથી સમગ્ર પાકિસ્તાનને દોષ ન આપી શકાય એવું વિધાન પણ કર્યું હતું.