Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

પાકિસ્તાન ભારતના 360 માછીમારોને મુક્ત કરશે

પાકિસ્તાન ભારતના 360 માછીમારોને મુક્ત કરશે

પાકિસ્તાનના એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા એક સમાચાર અનુસાર પાકિસ્તાન આવનારી 7 એપ્રિલે ભારતના 100 માછીમારોને પોતાની જેલોમાંથી મુક્ત કરશે અને ત્યાર બાદ થોડા દિવસોને અંતરે બીજા 200 માછીમારોને મુક્ત કરવામાં આવશે. આ અખબારે પાકિસ્તાન સરકારના સુત્રોના હવાલેથી સમાચાર પ્રસિદ્ધ કર્યા છે.

પાકિસ્તાનની જેલોમાં સબડતા ભારતીય માછીમારોના છૂટકારા તેમજ તેમને ભારત પહોંચાડવાનું કાર્ય કરતી સંસ્થાના સભ્ય જીવન જંગીએ જણાવ્યું હતું કે કુલ 360 માછીમારોને મુક્ત કરવામાં આવશે જેમાંથી 355 માછીમારો ગુજરાતના છે. જીવન જંગીએ માછીમારોની મુક્તિનો સંપૂર્ણ કાર્યક્રમ આપતા કહ્યું હતું કે 100 માછીમારોનો પ્રથમ બેચ 7 એપ્રિલે મુક્ત કરાશે ત્યારબાદ બીજા 100-100 માછીમારો અનુક્રમે  15 અને 22 એપ્રિલે અને બાકીના 60 માછીમારોને 29 એપ્રિલે મુક્ત કરવામાં આવશે.

જાણવા મળ્યા અનુસાર ભીખાભાઈ બાંભણિયા નામના એક ભારતીય માછીમારનું અવસાન 4 માર્ચે પાકિસ્તાનની જેલમાં થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના અસ્થિ પણ તેમના વતન જલ્દીથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.