Featured|ગુજરાતગુજરાત

શું અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ઉલ્લુ બનાવી છે?

कोंग्रेस विधायक अल्पेश ठाकोर ने पेहले गाँधी के गुजरात में परप्रांतीयों के विरूद्ध हिंसा भड़काई,  अब सद्भावना उपवास का नाटक कर रहे हैं

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે સંતોષકારક સંબંધ નથી ધરાવતા અને પોતાની ઠાકોર સેના દ્વારા લોકસભાની ચૂંટણીઓમાં ઠાકોર સમાજ માટે ટીકીટો આપવાની આડકતરી માંગ કરીને તે સતત કોંગ્રેસ નેતાગીરીને પ્રેશરમાં રાખી રહ્યા હોવાનું અહીં અસંખ્ય વાર કહેવાઈ ચૂક્યું છે.

અમારી અટકળને જાણેકે સાચી પાડતા  હોય એમ અલ્પેશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસ નેતાગીરીને ઉલ્લુ બનાવી હોવાના સમાચાર મળી રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર બનાસકાંઠા લોકસભા બેઠક પર ઠાકોર સેનાના બે ઉમેદવારોએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યા છે અને આ બધું જ અલ્પેશ ઠાકોરના ઈશારે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા પર ઠાકોર સેનાના કાર્યકર્તાઓને ટીકીટ મળે નહીં તો જોવા જેવી થશે તેવી ધમકી ઠાકોર સેનાના વિવિધ આગેવાનો પહેલેથી જ ઉચ્ચારી રહ્યા હતા. આ માટે ઠાકોર સેનાના મંત્રીઓ અને ખુદ અલ્પેશ ઠાકોર દિલ્હીની યાત્રા કરી આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેમની દાળ ગળી ન હતી અને આથી જ ઠાકોર સેનાએ ગઈકાલે આગળના પગલાં લેવા માટે બેઠક બોલાવી હતી.

અલ્પેશ ઠાકોરનું આ પગલું બનાસકાંઠામાં કોંગ્રેસ માટેના ઠાકોર મતોમાં ગાબડું પડાવશે એ નિશ્ચિત છે. અલ્પેશ ઠાકોર આ બધું કોંગ્રેસમાં પોતાનું મહત્ત્વ સાબિત કરવા માટે કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. તો સામે પક્ષે ઉત્તર ભારતીયો સામે બેફામ નિવેદનો કર્યા બાદ રાહુલ ગાંધીએ પણ તેમનાથી દૂરી બનાવી રાખી છે.

આમ ગુજરાત કોંગ્રેસમાં ચોમેરથી બળવાની પરિસ્થિતિ ચાલુ જ રહી છે.