Featured|દેશદેશ

મોદી અને અડવાણીનું જાહેરમાં અપમાન કરતા રાહુલ ગાંધી

ગોવામાં સત્તાભૂખને લીધે કોંગ્રેસે લાજશરમની તમામ હદો વટાવી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાજકારણનું અતિશય નિમ્ન સ્તર દેખાડ્યું હતું જ્યારે તેમણે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કર્યું હતું.

શરૂઆતમાં રાહુલ ગાંધીએ ગુરુ શિષ્ય પરંપરા જેવી વાતો કરી હતી અને બાદમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર બેઠક પર ફરીથી ટીકીટ ન આપીને મંચ પરથી જૂતું મારીને બહાર ફેંકી દીધા છે.

રાહુલ ગાંધી અગાઉ પણ વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુલક્ષીને ચોકીદાર ચોર હૈ કહીને તેમનું અપમાન કરતા રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીએ તેમના જ શસ્ત્રનો ઉપયોગ કરતા મૈ ભી ચૌકીદાર અભિયાન શરુ કરીને તેને જબરદસ્ત સફળતા અપાવી હતી. લાગે છે કે આ અભિયાનને મળેલી જબરી સફળતાને લીધે રાહુલ ગાંધી હવે રઘવાયા થયા છે અને નરેન્દ્ર મોદીનું ફરીથી અપમાન કરવા જતા ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી વિષે પણ ગમેતેવા શબ્દો અને ઉપમાઓ આપી રહ્યા છે.