Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભરચક્ક કાર્યક્રમો

ગુજરાતમાં લોકસભાની આવનારી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે આથી હવે પ્રચારના મંડાણ થશે. સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય હોવાને લીધે ખુદ વડાપ્રધાન ઉપરાંત ભાજપના અસંખ્ય સ્ટાર પ્રચારકો આવનારા દિવસોમાં ગુજરાતની ધરતી પર પ્રચાર કાર્ય કરતા જોવા મળશે.

જાણવા મળ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો આવનારા દિવસોમાં ગુજરાતમાં ભરચક્ક કાર્યક્રમ છે. એક સૂચના અનુસાર વડાપ્રધાન મોદી આવનારી 10 એપ્રિલે જુનાગઢમાં તેમજ બારડોલી લોકસભા ક્ષેત્ર આવતા વ્યારા એમ બે જાહેરસભાઓને સંબોધન કરશે.

તો અમિત શાહ પણ લગભગ આજે સાંજે અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવના છે અને તેઓ આવતીકાલથી ગાંધીનગર બેઠકમાં વિવિધ સ્થળોએ લોકસંપર્ક શરુ કરશે. જો કે તેમનો આધિકારિક કાર્યક્રમ બહુ જલ્દીથી ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જાહેર કરશે પરંતુ આવતીકાલે તેઓ વેજલપુર, સાબરમતી, રાણીપ અને બોપલ વિસ્તારોમાં પોતાનું લોકસંપર્ક અભિયાન કરે તેવી સંભાવનાઓ છે.

આવનારા દિવસોમાં અમિત શાહ ગાંધીનગર ઉપરાંત ગુજરાતની વિવિધ લોકસભા બેઠક ક્ષેત્રોમાં પ્રચાર કરશે.