Featured|ગુજરાતગુજરાત

ભરતસિંહ માટે આણંદમાં કોંગ્રેસે ભીડ એકઠી કરવા પૈસા વહેંચ્યા

આજે વિવિધ ગુજરાતી ન્યૂઝ ચેનલો પર તેમજ સોશિયલ મિડીયામાં આણંદની એક ઘટનાનો વિડીયો જબરદસ્ત વાયરલ થયો છે. આ વિડીયોમાં આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી જ્યારે ભરતસિંહ સોલંકી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે ભીડ એકઠી કરવા માટે નાણા વહેંચતા હોવાનું જણાઈ આવે છે.

અગાઉ જ્યારે આ પ્રકારના દ્રશ્યો જોવામાં આવ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક લઈને ભરતસિંહના સમર્થનમાં ભેગા થયા છે પરંતુ આ વિડીયો વાયરલ થતા જ સત્ય સામે આવ્યું છે કે ખરેખર તો આમાંથી મોટાભાગના માત્ર મળનારા નાણાની લાલચે જ એકઠા થયા હતા. આટલું જ નહીં પરંતુ કદાચ કોંગ્રેસે એટલા બધા લોકોને નાણા આપવાનું વચન આપ્યું હશે કે કવર લેવા માટે રીતસર પડાપડી થઇ રહી હોવાનું જોવા મળે છે.

જો કે આ વિડીયોની પુષ્ટિ હજી સુધી થઇ શકી નથી અને કોંગ્રેસે પણ આ અંગે મૌન સેવવાનું જ પસંદ કર્યું છે. જો આ વિડીયો સાચો નીકળશે તો ભરતસિંહ સોલંકી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગ અંગે પગલાં લઇ શકાશે.