Featured|દેશદેશ

માઈકલ મામાએ વટાણા વેર્યા; સમજાવ્યો AP અને FAMનો અર્થ

માઈકલ મામાએ વટાણા વેર્યા; સમજાવ્યો AP અને FAMનો અર્થ

અગસ્ટા વેસ્ટલેન્ડ સાથે UPA સરકારના હેલિકોપ્ટર સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચન માઈકલે ED સમક્ષ વટાણા વેરી દીધા છે. એક ન્યૂઝ ચેનલના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે માઈકલે કરેલા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ EDએ ફાઈલ કરેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં માઈકલે તેની ડાયરીમાં લખેલા AP અને FAM શબ્દોના અર્થ પણ જણાવ્યા છે.

EDની ચાર્જશીટ અનુસાર ક્રિશ્ચન માઈકલ અનુસાર APનો મતલબ અહમદ પટેલ અને FAM એટલેકે ફેમીલી છે.

મિશેલે વધુ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે આ સોદો પાર પાડવા માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર કોંગ્રેસના મોટા મોટા નેતાઓએ દબાણ કર્યું હતું. આટલુંજ નહીં ક્રિશ્ચન મિશેલની પહોંચ કેબિનેટ કમિટી ઓન સિક્યોરીટી એટલેકે CCS સુધી પહોંચી ગઈ હતી. માઈકલના જણાવ્યા અનુસાર તેણે અને તેના બે સાથીદારોએ આ આખું કૌભાંડ રચ્યું હતું જેમાં પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસ પી ત્યાગી અને તેના પરિવારજનો સામેલ છે.

ક્રિશ્ચન મિશેલને ગયા વર્ષે 22 ડિસેમ્બરે દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો અને અહીં પહોંચતા જ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને પૂછપરછ બાદ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. મિશેલ પાસે એવી ડાયરી મળી આવી હતી જેમાં AP, FAM જેવા ટૂંકાક્ષર લખવામાં આવ્યા હતા. જેનો ખુલાસો હવે થયો છે.

આ ખુલાસા બાદ લોકસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસની હાલત વધુ ખરાબ થવાની સંભાવના છે.