Featured|દેશદેશમનોરંજન

કોંગ્રેસ ફિલ્મથી ડરે છે કે પછી ચોકીદારના ડંડાથી: વિવેક ઓબેરોય

કોંગ્રેસ ફિલ્મથી ડરે છે કે પછી ચોકીદારના ડંડાથી: વિવેક ઓબેરોય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો તથા તેઓના કરેલા સંધર્ષો આજે વિશ્વ વિખ્યાત છે. ત્યારે તેમના જીવન પર આધારીત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી નામની બાયોફિલ્મની તેમના ચાહકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. પરંતુ આ ફિલ્મના ટ્રેલર રિલીઝ થતાની સાથે વિરોધ પક્ષો દ્વારા તેનો ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુંસાર વિરોધીઓને ભય હતો કે જો આ વડા પ્રધાનના જીવન પર આધારીત આ ફિલ્મ રીલિઝ કરવામાં આવશે તો આ વખતના લોકસભાની ચુંટણીમાં ભાજપને ફાયદો થશે. અને આવા કારણોને લઇને આ ફિલ્મને ચૂંટણી પહેલા રિલિઝ ન કરવામાં આવે તે માટે વિરોધ પક્ષો દ્વારા તમામ પ્રકારના હથકંડાઓ અજમાવી લેવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા વિવેક ઓબેરોય છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. તેઓ આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવવાના હોવાના કારણે મોંદી વિરોધીઓ હવે વિવેક ઓબેરોયનો પણ વિરોધ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મ પર સતત વધી રહેલા વિવાદને લઈને અભિનેતા વિવેકે કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું કે,  કોંગ્રેસને “ફિલ્મથી ડર લાગે છે કે, પછી ચોકીદારના દંડા થી”.

ઇન્ટરવ્યુ આપતા વિવેક ઓબેરોયે જણાવ્યું કે, મને એ વાત ની ખબર નથી પડતી કે, ઘણાં લોકો તેના પર ઓવર રિએક્ટ કેમ કરી રહ્યા છે?  અને મને એ પણ નથી સમજાતું કે,  દેશના મોટા વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સંઘવીજી કેમ ફિલ્મમાં પ્રતિબંધ પાછળ પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે?  “તેઓ ફિલ્મ થી ડરે છે કે ચોકીદારના ડંડા થી”.

બીજી બાજુ ચૂંટણી પંચ, દિલ્લી હાઇકોર્ટ અને મુંબઈ હાઇકોર્ટમાં દાખલ થયેલી વિવિધ અરજીઓ ફગાવી ને આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. પણ જે 5 એપ્રિલના આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં રજુ થવાની હતી તે હવે નહીં થઇ શકે. હવે આવતા શુક્રવાર એટલે કે, 12મી એપ્રિલના રોજ થઇ શકે છે.

ફિલ્મના પ્રોડયુસર અને ડિસ્ટ્રીબ્યુટર આનંદ પંડિતનું કેહવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ માત્ર ભારતમાં જ નહિ પરંતુ  દુનિયાભરના 38 દેશોમાં જોવા મળશે. આ ફિલ્મના મેકર્સ ભારતમાં 1700 સ્ક્રીન ટાર્ગેટ કરી રહ્યા છે, તે સાથે દુનિયાના 38 દેશોની 600 સ્ક્રીન પર પણ ફિલ્મ રિલીઝ થશે.