Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

દાહોદમાં કોંગ્રેસની ટીકીટ પર લડી રહેલા બાબુ કટારા કબૂતરબાજીના ગુનેગાર

દાહોદમાં કોંગ્રેસની ટીકીટ પર લડી રહેલા બાબુ કટારા કબૂતરબાજીના ગુનેગાર

ગુજરાત કોંગ્રેસ પોતાની ટીકીટોની વહેંચણી માટે એક પછી એક આશ્ચર્યો સર્જી રહી છે અને આ બધામાં તે યોગ્ય ઉમેવારોની પસંદગી નથી કરી રહી. આવું જ એક ઉદાહરણ ગઈકાલે રાત્રે સામે આવ્યું હતું જ્યારે કોંગ્રેસે દાહોદ બેઠક પરથી બાબુ કટારાને ટીકીટ આપી હતી.

વર્ષ 2007માં બાબુ કટારાની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ થઇ હતી જ્યારે તેઓ તેમના પત્ની શારદાબેન અને પુત્ર રાકેશના પાસપોર્ટ પર ત્રીસ વર્ષીય પરમજીત અને અમરજીત સિંહ જેની ઉંમર ચૌદ વર્ષની હતી તેમને ગેરકાયદેસર રીતે કેનેડા ભગાડતા પકડાઈ ગયા હતા.

ત્યારબાદ ગુજરાતમાં આવેલા બાબુ  નિવાસસ્થાન પર દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને અહીં તેમને અસંખ્ય પાસપોર્ટ મળી આવ્યા હતા. કટારા એક વર્ષ માટે જેલ પણ ગયા હતા અને ત્યારબાદ UPA સરકાર સમક્ષ આવેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં સરકારને બચાવવા તેઓ જામીન પર છૂટ્યા હતા અને તેમણે સરકારના પક્ષમાં મત આપ્યો હતો. આ પછી તેમના માનવ તસ્કરી અથવાતો કબુતરબાજીના ગુના હેઠળ તેમને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ બાબુ કટારા લગભગ અજ્ઞાતવાસમાં જતા રહ્યા હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાના પુત્રને દાહોદ વિધાનસભા બેઠક પરથી લડાવ્યો હતો અને પોતે થોડા જ સમય અગાઉ APMCમાં ચૂંટાઈ આવ્યા હતા.