Featured|ગુજરાતગુજરાત

કોંગ્રેસમાં અસંતોષ વકર્યો; વધુ એક ધારાસભ્યનું રાજીનામું

કોંગ્રેસમાં અસંતોષ વકર્યો; વધુ એક ધારાસભ્યનું રાજીનામું

કોંગ્રેસમાં આંતરિક ખેચતાણ કેટલી અંદર સુધી વ્યાપ્ત છે તેના દાખલા દરરોજ મળી રહ્યા છે. ગુજરાતના લગભગ દરેક જીલ્લામાંથી લોકસભાની ટીકીટ અંગે ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ અને નારાજગી દેખાઈ રહી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં હવે નવું નામ જોડાયું છે કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું.

ગઈકાલે કોંગ્રેસે ખેડા લોકસભા બેઠક પર બિમલ શાહનું નામ જાહેર કર્યું હતું અને આ સાથેજ રોષે ભરાયેલા કાળુસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ગઈ રાત્રે કાળુસિંહ ડાભીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને જણાવ્યું હતું કે ખેડા સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે બિમલ શાહની પસંદગી કરવામાં આવી છે તેથી મને અને પાર્ટીના સંખ્યાબંધ કાર્યકરોને અત્યંત દુઃખ થયું છે અને તેમની સાથે આ તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.

કોંગ્રેસમાં અસંતોષ વકર્યો; વધુ એક ધારાસભ્યનું રાજીનામું

આમ કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ અસંતોષ ફાટી નીકળ્યો છે. એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ટીકીટોની વહેંચણી કરતા અગાઉ સ્થાનિક આગેવાનો સાથે બિલકુલ ચર્ચા કરતી નથી અથવાતો એમ કરવાનું યોગ્ય માનતી નથી.