Featured|દેશદેશ

5 લાખ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ પેટે મળશે 6000 રૂપિયા

5 લાખ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ પેટે મળશે 6000 રૂપિયા

દેશમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવતા હોય છે. ત્યારે  કોંગ્રેસ દ્વારા અનેક વખત રોજગારીના પ્રશ્નને લઇને ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના પાયા વિહોણા સવાલોને તમાચો મારતો જવાબ આપ્યો છે. જેમાં મોદી સરકારે આગામી જુલાઇ 2019થી પાંચ લાખ યુવાનો છ મહિનાની ઇન્ટર્નશિપ માટે 6,000 રૂપિયાની સહાય આપવાનું નિર્ધાર કર્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ પગલાથી હવે કોંગ્રેસને તમાચો મારી ગાલ લાલ રાખવાનો વારો આવ્યો છે.

દેશમાં પહેલી વખત કોઇ સરકારી યોજના અંતર્ગત દેશમાં આવેલી યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી ગ્રેજ્યુએટ થયેલા પાંચ લાખ યુવાનો (નોન ટેકનિકલ) ને અલગ અલગ વિભાગોમાં કામ કરવાની તક મળશે, અને ભાજપ સરકારે ઉઠાવેલા આ પગલાંથી લાખો યુવાનોના સપના સાકાર થશે. જેની સીધી અસર આવનારા સમયમાં જોવા મળશે.

માનવ સંસાધન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 1533 નોન ટેકનિકલ યુનિવર્સિટી અને કોલેજોથી 9.25 લાખ યુવાનોએ મહત્તમ છ મહિના ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે નામ નોંધાવ્યું છે. સ્કીમ ફોર હાયર એજ્યુકેશન ફોર અપ્રેન્ટિશિપ એન્ડ સ્કીમ(શ્રેયસ)ના નામથી આ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં નામ નોંધાવવાની છેલ્લી તારીખ 25 માર્ચ હતી.

અત્યાર સુધી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યક્રમો માથી આ શ્રેયસ નામનો કાર્યક્રમ સૌથી મોટો સ્કિલ પ્રોગ્રામ છે. અને આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને દર મહિને છ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, અને આ સમયગાળામાં સિલેક્ટેડ યુવાનોને 1500 રૂપિયા રિઈમ્બર્સમેન્ટ તરીકે પણ આપવામાં આવશે.

શ્રેયસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નોન ટેકનિકલ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યની સાથે જ રોજગારી માટે સક્ષમ બને તે માટેનું છે. આ કાર્યક્રમને ત્રણ મંત્રાલયોની સંયુક્ત પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કૌશલ્ય વિકાસ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય અને માનવ સંસાધન મંત્રાલયે સાથે મળી ફેબ્રુઆરી 2019માં આ કાર્યક્રમ શરૂ કર્યો હતો, અને આ કાર્યક્રમમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25માર્ચ હતી.