Featured|દેશદેશ

ભારતને મળી મોટી સફળતા; UAEએ કાશ્મીરી આતંકવાદીને ડિપોર્ટ કર્યો

202views

2017માં જમ્મુ અને કાશ્મીરના લૈથાપોરા જે પુલવામા જીલ્લામાં આવ્યું છે ત્યાં આવેલા એક CRPF કેમ્પ પર હુમલો થયો હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ ભારતની પકડમાં આવી ગયો છે. CRPF પર થયેલા આ હુમલાનું કાવતરું ઘડનાર જૈશ એ મોહમ્મદનો આતંકવાદી નિસાર અહમદ તાંત્રેને UAE સરકારે પકડીને ભારતને હવાલે કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

નિસાર અહમદને ભારત સરકારની વિનંતી બાદ UAEએ પકડી પાડ્યો હતો અને તેને ડિપોર્ટ કરીને દિલ્હી મોકલી આપ્યો હતો જ્યાં એરપોર્ટ પર જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નિસાર અહમદ ગત 1 ફેબ્રુઆરીએ UAE ભાગી ગયો હતોઅને UAEમાં વર્ક વીઝા મેળવવાની પેરવી કરી રહ્યો હતો. નિસાર ઉપરાંત તેનો ભાઈ નૂર મોહમ્મદ તાંત્રે પણ જૈશ એ મોહમ્મદનો કમાન્ડર હતો જે ગયા વર્ષે સૈન્ય કાર્યવાહીમાં ઠાર મરાયો હતો.

2017નો એ ફિદાયીન હુમલો જૈશના આતંકી કમાન્ડર નૂર ત્રાલીના મોતના બદલા માટે લેવાયો હતો જેમાં CRPFના 5 જવાન શહીદ થયા હતા.