Featured|દેશદેશ

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આંખમાં ધૂળ નાખનારો છે – મોદી

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આંખમાં ધૂળ નાખનારો છે - મોદી

વડાપ્રધાન નરેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં  એક ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા, તે સમયે તેઓએ વિપક્ષ ઉપર અનેક આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ આંખમાં ધૂળ નાખનારો છે, અને તેમનો આ ઢંઢેરો સાવ ખોટો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, 2004ની ચૂંટણી  ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું હતું કે, 2009 સુધીમાં તેઓ દરેક ઘર સુધી વિજળી પહોંચાડાશે. પરંતુ 2014 માં હું સત્તામાં આવ્યો ત્યારે દેશના 18000 ગામડામાં અંધારપટ હતો. લાખો લોકો અંધારામાં પોતાનું જીવન વ્યતિત કરતા હતા.

અરુણાચલ પ્રદેશની જનતાને નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તેઓ કોંગ્રેસના જુઠ્ઠા ચૂંટણી ઢંઢેરા થી બચીને રહે, સાથે જ તેઓએ જણાવ્યું કે,  તેઓએ ગેસ આપવાનો વાયદો નહીં કર્યો હોવા છતાં પણ ઉજ્જવલા ગેસ યોજના હેઠળ સાત કરોડ થી વધુ લોકોને ગેસ સિલિન્ડર આપ્યા છે. સ્વાસ્થ્યના વિમા માટે મોટી વાત નથી કરી છતાં આયુષ્યમાન યોજના હેઠળ દેશના લાખો ગરીબોને મફત સારવારની  સહાય તેમની સરકારે પૂરી પાડી છે.

સાથે જ તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસે દેશમાં અલગતાવાદ વધારવા માટે હિંસાને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કર્યા, ભારતને ગાળો આવનારાઓ માટે એક યોજના બનાવી છે. આપણા ધ્વજને સળગાવનારા  અને ભારત તેરે ટુકડે હોગે જેવા નારા લગાવનારાઓ માટે છુટ આપવાની હોય તેવા પ્રકારની વાતો કરે છે.