Featured|દેશદેશ

એક કોંગ્રેસી ઉમેદવાર વિરુદ્ધ PNBએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

એક કોંગ્રેસી ઉમેદવાર વિરુદ્ધ PNBએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

લાગે છે કે કોંગ્રેસ પક્ષ સત્તા મેળવવા એટલો બધો ઉતાવળો બન્યો છે કે તે પોતાના ઉમેદવારોનો વર્તમાન કે ભૂતકાળની ચકાસણી કર્યા વગર જ તેને ઉમેદવાર બનાવી દે છે. ગયા અઠવાડિયે એક ઉમેદવાર જેને કોઈ બીજી પાર્ટી પોતાનો ઉમેદવાર ઘોષિત કરી ચૂકી હતી તેને કોંગ્રેસે ટીકીટ આપી દીધી હતી. હવે તેણે PNBના લોન ડિફોલ્ટરને ટીકીટ આપી દીધી છે.

આઉટર મણીપુરની બેઠક પર કોંગ્રેસે કે જેમ્સને કોંગ્રેસે ટીકીટ આપી છે જે અંગે પંજાબ નેશનલ બેન્કે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે તેમના પર બેન્કના 100 કરોડ રૂપિયા લેણાં બાકી છે. PNB એ ચીફ ઈલેક્શન કમિશનરને પત્ર લખીને આ અંગેની ફરિયાદ કરી છે. PNBનું કહેવું છે કે બેન્કે 2017માં નોર્થ ઇસ્ટ રિજયન ફિન સર્વિસીઝ લિમિટેડ નામની એક ફર્મના ડિરેક્ટર અને ગેરન્ટર તરીકે બેન્ક પાસેથી 100 કરોડની લોન લીધી હતી.

ત્યારબાદ નિયમોનો ભંગ કરીને જેમ્સે બેન્કને જણાવ્યા વગર ફર્મમાંથી રાજીનામું આપી દીધું હતું. PNBએ વધુમાં કહ્યું હતું કે પોતે લોન લીધી છે તે છુપાવવા માટે કે જેમ્સે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

બેન્કે ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તે જેમ્સને ડિફોલ્ટર જાહેર કરવા જઈ રહી છે. જેમ્સનું એકાઉન્ટ NPA થઇ ગયું છે તેમ છતાં ત્રણ વર્ષ પછી પણ તેમણે પોતાનું લેણું ચુકવ્યું નથી. આથી કે જેમ્સની ચૂંટણી લડવા પર પંચ પ્રતિબંધ મુકે.

PNBની આ ફરિયાદ બાદ ચીફ ઈલેક્શન કમિશને આઉટર મણીપુર બેઠકના રિટર્નીંગ ઓફિસરને આ આરોપોની તપાસ કરવા કહ્યું છે.