Featured|ગુજરાતગુજરાત

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ કાર્યકર્તાઓનું કોંગ્રેસ દ્વારા જ અપમાન

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ કાર્યકર્તાઓનું કોંગ્રેસ દ્વારા જ અપમાન

એક તરફ કોંગ્રેસને આવનારી લોકસભાની બેઠક માટે ઉમેદવારો શોધવામાં તકલીફ અનુભવી રહી છે તો બીજી તરફ એ ઉમેદવારો જ્યારે પણ જાહેર કરે છે ત્યારે કોઈને કોઈ લોચો કરે છે જેને લીધે સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓનું અપમાન થતું હોય છે. ગઈકાલે કોંગ્રેસે આવા બે લોચા માર્યા હતા.

પહેલા તો ગઈકાલે સાંજે અમરેલીથી ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ટીકીટ આપીને લોકસભા માટે યોગ્ય ઉમેદવારની અવગણના કરી હતી. બાદમાં મોડી રાત્રે ઉતાવળમાં બીજા ત્રણ ઉમેદવારોની ઘોષણા કરી દીધી હતી જેમાં એક નામ હતું ગીતાબેન પટેલનું જેમને ભાજપનો ગઢ એવા અમદાવાદ પૂર્વથી ટીકીટ આપવામાં આવી છે.

સામાન્ય નાગરિક અને કોંગ્રેસમાં તમામ લોકો જાણે છે કે ગીતાબેન એ મૂળ કોંગ્રેસી કાર્યકર્તા નથી પરંતુ ‘પાસ’ ના કન્વીનર છે અને હાર્દિક પટેલના વિશ્વાસુ સાથીદારોમાંથી એક છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં ભળી જનાર ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અને તેમના એક એક કાર્યકરને લોકસભાની ટીકીટ માટે ટટળાવવામાં આવી રહ્યા છે જ્યારે પાસના કન્વીનરોને તો જાણેકે એક પછી એક લોટરી આપવામાં આવી રહી હોય એમ છૂટા હાથે કોંગ્રેસની ટીકીટો મળી રહી છે.

આશાબેને અત્યારસુધીમાં અમદાવાદ પૂર્વ માટે શું કામ કર્યું એ સવાલ જવા દઈએ તો પણ અમદાવાદ પૂર્વના મહેનતુ કોંગ્રેસી કાર્યકર આજે એમ  જરૂર વિચારી રહ્યો હશે કે મારો શું વાંક? ઘણીવાર રાજકીય પક્ષો બહારના ઉમેદવારને લાવતા હોય છે પરંતુ તે છેવટે તો મોટેભાગે પોતાના પક્ષના કર્મઠ કાર્યકર અથવાતો વરિષ્ઠ નેતા જ હોય છે. બહુ બહુ તો કોઈ સેલિબ્રિટીને મેદાનમાં ઉતારવામાં આવે છે.

આશાબેન ઉપર જણાવેલી એક પણ યોગ્યતા ધરાવતા નથી. વળી અમદાવાદ ક્યારેય પાસનો ગઢ રહ્યું નથી કે પછી તેની એક ટકા અસર પણ અહીં વર્તાઈ નથી. તો શું કોંગ્રેસે અત્યારથી જ અમદાવાદ પૂર્વમાં પોતાની હાર સ્વીકારી લીધી છે? જો એમ હોય તો શું પોતાના જ કોઈ વરિષ્ઠ નેતાને કે પછી કાર્યકર્તાને ટીકીટ ન આપીને તેમનું અપમાન નથી કર્યું?

જેમ પાટણમાં જગદીશ ઠાકોરને સ્થાનિક કોંગ્રેસી આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર ટીકીટ આપી દેવામાં આવતા ત્યાં બળવો ઉભો થઇ ગયો અને પાટણના પાંચ વરિષ્ઠ આગેવાનોએ પોતપોતાના રાજીનામાં ધરી દીધા એ જ ઘટના આજકાલમાં અમદાવાદ પૂર્વમાં રીપીટ નહીં થાય તો જ નવાઈ!