Featured|દેશદેશ

ટુકડે ટુકડે ગેંગના લીડરના પ્રચારમાં જનારી હસ્તીઓને આજે જ ઓળખી લો

તો હવે ગુજરાતના રાજકોટમાં પણ ગુંજશે ટુકડે ટુકડે ગેંગનો અવાજ?

બિહારની બેગુસરાય બેઠક પર દેશના ટુકડા કરવાની ધમકી આપનાર અને હાલમાં જેના પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે તે કનૈયા કુમાર વામપંથી પાર્ટીની ટીકીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. કનૈયા કુમાર અને તેના સમર્થકોનો એજન્ડા જ છે ભારતને અનેક હિસ્સાઓમાં વહેંચી નાખવાનો. પરંતુ તેમ છતાં પોતાની જાતને બુદ્ધિજીવી માનતી કેટલીક ફિલ્મી હસ્તીઓ આ જ કનૈયા કુમારનો પ્રચાર કરવા  માટે ખાસ બેગુસરાય જવાની છે.

જો આ પ્રકારનો વ્યક્તિ જેણે દેશના બંધારણના લીરેલીરા માત્ર એટલા માટે ઉડાડ્યા કે તેને દેશ કરતા એક ફાંસીની સજા પામેલો આતંકવાદી વહાલો લાગતો હતો તે જો દેશની સંસદમાં ચૂંટાય જ્યાં દેશના બંધારણનું સર્વોચ્ચ સન્માન જળવાય છે તો વિચાર કરો કે લોકશાહીના સર્વોચ્ચ મંદિરનું કેવું અપમાન થાય? આવી વ્યક્તિને પાછું સમર્થન કરનારા તટસ્થો પણ મળી રહે છે.

અહીં જે કોઇપણ હસ્તીઓના નામ આપવામાં આવનાર છે તે કોઈને કોઈ રીતે પોતાની જાતને તટસ્થ અને બુદ્ધિજીવી સમજે છે અને જે લોકો રાષ્ટ્રભક્ત છે અથવાતો દેશ પર થતા હુમલાને લીધે આઘાત મહેસૂસ કરે છે તેને આ લોકો ટ્રોલ કહીને કે તેમની ભદ્દી મજાક ઉડાડીને તેમનું સતત અપમાન કરતા હોય છે. આજે આપણે આ તમામ નામોને આપણા મનમાં કોતરી લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોણ દેશ તરફી છે અને કોણ દેશ વિરોધી તે આપણને સદાય યાદ રહે.

કનૈયા કુમારને સમર્થન આપવા રેલી કરનારી હસ્તીઓ છે: સ્વરા ભાસ્કર, જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ, મેધા પાટકર, ગુરમહેર કૌર, પ્રકાશ રાજ, શબાના આઝમી, જાવેદ અખ્તર, ઈમ્તિયાઝ અલી અને સોનલ ઝા.