Featured|દેશFeatured|ગુજરાતગુજરાત

ઠાકોર સેના કોંગ્રેસ સાથે છેડો ફાડશે; આ જ અઠવાડિયે થશે જાહેરાત

कोंग्रेस विधायक अल्पेश ठाकोर ने पेहले गाँधी के गुजरात में परप्रांतीयों के विरूद्ध हिंसा भड़काई,  अब सद्भावना उपवास का नाटक कर रहे हैं

છેક ચૂંટણી નજીક આવ્યા છતાં અગાઉ આપેલા વચનોમાંથી એક પણ વચનનું પાલન ન થતા ઠાકોર સેના કોંગ્રેસથી રોષે ભરાઈ છે અને હવે ગમે ત્યારે તે કોંગ્રેસથી છેડો ફાડે તેની ઘોષણા થઇ શકે છે. ઠાકોર સેનાના ગુસ્સા પાછળ મુખ્ય કારણ તેને લોકસભાની ચૂંટણીમાં એક પણ ટીકીટ ન મળવાનું છે.

ઠાકોર સેનાએ કોંગ્રેસ પાસેથી પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા એમ ચાર બેઠકો પર ટીકીટ માંગી હતી. પરંતુ આ ચારમાંથી એક પણ બેઠક પર કોંગ્રેસે યા તો ઠાકોર સેનાને ટીકીટ નથી આપી અથવાતો કોઈ અન્ય ઉમેદવાર માટે નામની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઠાકોર સેનાના જીલ્લા કન્વીનર જીબાજી ઠાકોરે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ઠાકોર સેનાના એકપણ સભ્યને લોકસભાની ટીકીટ ફાળવવામાં આવી નથી અને આથી ઠાકોર સેના કોંગ્રેસ સાથે હવે છેડો ફાડી નાખશે. 5 એપ્રિલે ઠાકોર સેનાના તમામ અધ્યક્ષો સાથે મળીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

અહીં બે વાતો ખાસ નોંધવા જેવી છે, ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં ઠાકોર સેનાએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો જેનો તેને ફાયદો થયો હતો હવે તે ટેકો આપવાની નથી આથી ઉપરોક્ત ચારેય બેઠકો પર કોંગ્રેસને ફટકો પડી શકે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

બીજું, અલ્પેશ ઠાકોર જે ઠાકોર સેનાના સર્વેસર્વા છે તે હજી પણ આ જાહેરાત અંગે એક શબ્દ બોલ્યા નથી. અલ્પેશ ઠાકોરને પાટણથી ચૂંટણી લડવી હતી પરંતુ હવે ત્યાં જગદીશ ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આજનું ઠાકોર સેનાનું બયાન શું જીબાજી ઠાકોરનું અંગત બયાન છે કે તેમને અલ્પેશ ઠાકોરના છૂપા આશિર્વાદ છે તે આવનારી 5 એપ્રિલે ખબર પડી જશે.