Featured|ગુજરાતગુજરાત

લોકસભાની ચૂંટણી લડવાની હાર્દિકની ઈચ્છાને ‘સુપ્રિમ ઝાટકો’

હાર્દિક પટેલે પાસ કાર્યકરોને અંધારામાં રાખી ગુજરાત વિરોધી મેઘા પાટકરને ફોન કરી બોલાવ્યાં,  પાસ કાર્યકરો એ જ વિરોધ કર્યો

ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની સજા મોકૂફી રાખવાની અરજીને ગયા અઠવાડિયે ફગાવી દીધા બાદ હાર્દિક પટેલ આ ચૂકાદા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં ગયો હતો. અહીં પણ હાર્દિક પટેલની મનોકામના પૂર્ણ નથી થઇ. સુપ્રિમ કોર્ટે આજે સુનાવણીમાં કહ્યું છે કે તે હાર્દિક પટેલની વિનંતી કે તેની અરજી પર વહેલી સુનાવણી થાય તેને સ્વીકારતી નથી અને આગળની સુનાવણી માટે તેણે 4 એપ્રિલ નક્કી કરી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે લોકસભાની ચૂંટણી માટે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પણ 4 એપ્રિલ જ છે.

વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે એક પત્રકારે હાર્દિક પટેલ પર કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં વિસનગરની કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ કે પટેલને દોષિત જાહેર કરતા બે વર્ષની સજા આપી હતી. ત્યારબાદ કોર્ટે આ તમામને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

લોકસભાની ચૂંટણી નજીક આવતા હાર્દિક પટેલે આ ચૂકાદા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે તેની સજા પર સ્ટે મુકવામાં આવે, કારણકે સુપ્રિમ કોર્ટના અગાઉના એક આદેશ અનુસાર બે વર્ષ કે તેનાથી વધુ સજા થયેલ વ્યક્તિ પર કોઇપણ પ્રકારની ચૂંટણી લડવા પર સાત વર્ષ માટે પ્રતિબંધ હોય છે.

પરંતુ ગુજરાત હાઈકોર્ટે ગયા અઠવાડિયે આપેલા ચૂકાદા અનુસાર હાર્દિક પટેલ વિરુદ્ધ આ મામલા ઉપરાંત બીજી અસંખ્ય FIR પણ દાખલ કરવામાં આવી છે જેથી તેનો રેકોર્ડ જોતા તેની સજા મોકૂફ ન રાખી શકાય. હાર્દિક પટેલ આ ચૂકાદા વિરુદ્ધ જ સુપ્રિમમાં ગયો હતો અને વહેલી સુનાવણીની વિનંતી કરી હતી.