Featured|દેશગુજરાત

ચૂંટણી સમયે જ કોંગ્રેસને બાબાસાહેબ આંબેડકરની યાદ આવે છે: મોદી

ચૂંટણી સમયે જ કોંગ્રેસને બાબાસાહેબ આંબેડકરની યાદ આવે છે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મંગળવારના રોજ વડાપ્રધાન મોદી બિહાર ખાતે સભા સંબોધન કરી રહ્યા હતા, તે સમયે તેઓએ કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેઓએ જણાવ્યું કે, આવનારી પેઢીઓ બાબાસાહેબ આંબેડકરના કાર્યોને યાદ રાખે તે માટે ભાજપ સરકારે ઉત્તમ કાર્ય કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે છે, ત્યારે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે, મોંઘવારીમાં વધારો થાય છે, ભ્રષ્ટાચાર માં વધારો થાય છે, દેશમાં હિંસામાં વધારો થાય છે, અને તો સત્તામાં આવવાની સાથે જ કેટલીક બાબતો માં ઘટાડો કરે છે. જે સત્તામાં આવતાની સાથે જ દેશની સમૃદ્ધિમાં ઘટાડો થાય છે અને કોંગ્રેસ હંમેશા સૈનિકોનું મનોબળ તોડવાનું કામ કરે છે, સાથેજ વડાપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસ એક રિવર્સ ગીયર વાળી પાર્ટી છે.

વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ બાબાસાહેબ આંબેડકરને સન્માન આપ્યું છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેમનું અપમાન જ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ હંમેશા ગરીબી હટાવવાની વાતો કરે છે. પરંતુ છેલ્લા અનેક દશકોથી સત્તામાં હોવા છતા પણ ગરીબી હટાવવા માટે કોંગ્રેસવાળા કોઈપણ એક સારું પગલું હાથ ધરવામાં આવ્યું નથી.

ભારત રત્ન આપવાની જ્યારે વાત આવે ત્યારે કોંગ્રેસને અત્યાર સુધી ક્યારેય પણ બાબા સાહેબની યાદ આવી નથી. અને અત્યાર સુધી કોંગ્રેસે આ ભારત રત્ન માત્ર પરિવારમાં જ આપવાનું કામ કર્યું છે. ત્યારે બાબાસાહેબ આંબેડકર ભારતરત્ન મળ્યો હોય તો તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સહયોગ અને પ્રયત્નો દ્વારા મળ્યો છે.