Featured|દેશદેશ

કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર દેશ તોડનારું: અરુણ જેટલી

કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર દેશ તોડનારું: અરુણ જેટલી

કોંગ્રેસે આજે પોતાનું આવનારી લોકસભાની ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્રને અરુણ જેટલીએ દેશને તોડનારું કહ્યું છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે આ ઘોષણાપત્રમાં દેશદ્રોહના કાયદાને હટાવવાની વાત કરી છે. દેશને તોડનારી આવી જાહેરાત કરનાર કોંગ્રેસને તો એક મત પણ ન મળવો જોઈએ તેમ જેટલી કહ્યું હતું. અરુણ જેટલીએ એ બાબત પર પણ અંગુલીનિર્દેશ કર્યો હતો કે માઓવાદીઓને બચાવવા કોંગ્રેસે CRPCમાં બદલાવ કરવાની વાત પણ કોંગ્રેસે કરી છે.

અરુણ જેટલીના મતે કોંગ્રેસના ઘોષણાપત્રમાં સહુથી ખતરનાક વાયદો જમ્મુ અને કાશ્મીરમાં સેના અને CRPFના સૈનિકોની સંખ્યા ઓછી કરવાનો છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તો AFSPAને પણ કમજોર કરવાનું કહ્યું છે. જેટલીએ કહ્યું કે જે નિયમોને નહેરુ અને ઇન્દિરા ગાંધીએ નથી હટાવ્યા તેને રાહુલ હટાવવાની વાત કરી રહ્યા છે.

અરુણ જેટલીએ સાફ કહ્યું હતું કે કોંગ્રેસનું ઘોષણાપત્ર માત્ર તેમના પ્રમુખના ટુકડે ટુકડે ગેંગના મિત્રો માટે જ બનાવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે.

મહિલાઓ અંગે તેમજ ન્યૂનતમ આવક અંગે કોંગ્રેસની જાહેરાત અંગે જેટલીએ કહ્યું હતું કે આ એવા વાયદાઓ છે જે ક્યારેય પૂરા થઇ શકે તેમ નથી.