Featured|દેશદેશ

કહેવાતા મહાગઠબંધનમાં વાયનાડ મુદ્દે અંદરોઅંદરની લડાઈ શરુ

કહેવાતા મહાગઠબંધનમાં વાયનાડ મુદ્દે અંદરોઅંદરની લડાઈ શરુ

હજી તો લોકસભાની ચૂંટણીના પ્રથમ રાઉન્ડનું મતદાન શરુ પણ નથી થયું કે પરિણામો બાદ સત્તા હાંસલ કરવાના સ્વપ્ના જોતા મહાગઠબંધનમાં આંતરિક લડાઈ શરુ થઇ ગઈ છે. આ લડાઈનું કારણ બન્યું છે રાહુલ ગાંધીનો કેરળની વાયનાડ બેઠક પર લડવાનો નિર્ણય.

એ હકીકત છે કે કેરળમાં લેફ્ટ અને કોંગ્રેસ વચ્ચે સદાકાળથી કટોકટીની લડાઈ હોય છે અને માત્ર એક કે અડધા ટકાના મતફેરથી ત્યાં કાયમ સત્તા પરિવર્તન થતું હોય છે. જ્યારે પેલા કહેવાતા મહાગઠબંધનની જાહેરાત થઇ ત્યારેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ તમામ પક્ષો પોતપોતાના અંગત સ્વાર્થ માટે ભેગા થયા છે અને તેમના માટે દેશહિત કોઈજ મહત્ત્વ ધરાવતું નથી. કેરળમાંથી આવી રહેલા તાજા બયાનો વડાપ્રધાન મોદીની વાતને સત્ય સાબિત કરી રહી છે.

કેરળના લેફ્ટના મુખપત્ર  દેશાભિમાનીમાં રાહુલ ગાંધીની અમેઠી છોડીને વાયનાડ તરફની દોટને ‘પપ્પુ સ્ટ્રાઈક’ કહેતા હાહાકાર મચી ગયો છે. કેરળ કોંગ્રેસે આ શબ્દ પ્રયોગનો આકરો વિરોધ કર્યો છે, જ્યારે સામે પક્ષે લેફ્ટનું કહેવું છે કે કોંગ્રેસ એક તરફ ભાજપને હરાવવાની વાત કરે છે તો તેણે અમેઠી ઉપરાંત બીજી કોઈ બેઠક પર રાહુલને લડાવવા જોઈતા હતા જ્યાં ભાજપ લડતું હોય, પરંતુ તે જાણેકે લેફ્ટ સામે લડી રહ્યું હોય એ રીતે તેણે રાહુલ ગાંધીને વાયનાડ મોકલી આપ્યા છે.

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને લેફ્ટના વરિષ્ઠ નેતા વી એસ અચ્યુતાનંદને કહ્યું છે કે રાહુલ ગાંધીને રાજકારણની ખબર નથી અને તો પણ રાજકારણમાં આવીને ગલત બયાનબાજી કરતા હોય છે અને આથી જ મેં તેમને 2011માં અમૂલ બેબી કહ્યા હતા. તેમનો વાયનાડમાં લડવાનો નિર્ણય ફરીથી મારો એ શબ્દપ્રયોગ સત્ય સાબિત કરે છે કે તેઓ હજી પણ અમૂલ બેબી જ છે.

આમ વાયનાડ મામલે લેફ્ટ પણ પોતાના સાથીદાર કોંગ્રેસ વિરુદ્ધ શસ્ત્રો સજાવી લીધા છે.