Featured|દેશદેશ

રાહુલની NYAY યોજના અશક્ય; રક્ષા બજેટથી પણ વધુ ખર્ચ થશે: પનગારીયા

રાહુલની NYAY યોજના અશક્ય; રક્ષા બજેટથી પણ વધુ ખર્ચ થશે: પનગારીયા

જાણિતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના પૂર્વ ચેરમેન અરવિંદ પનગારીયાએ રાહુલ ગાંધીના ચૂંટણી વચન NYAY યોજનાની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસની લઘુત્તમ આવક યોજનાને લાગુ કરવી ‘લગભગ અશક્ય’ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ યોજના જેને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેર કર્યું છે તેની જબરદસ્ત રાજકોષીય અસર થશે અને તે કેન્દ્રીય બજેટના 13 ટકા જેટલું થવા જાય છે જે રક્ષા બજેટ કરતા પણ વધુ હશે.

એક સમાચાર સંસ્થાને ઇન્ટરવ્યુ આપતા પનગારીયાએ જણાવ્યું હતું કે, “જો તમે પાંચ કરોડ પરિવારોને દર વર્ષે 72,000 રૂપિયા એટલેકે કુલ 3.6 લાખ કરોડના ખર્ચ સાથે આપવા માંગો છો તો તે સમગ્ર કેન્દ્રીય બજેટના 13 ટકા જેટલું થવા જાય છે. આ ઉપરાંત આ યોજના કેવી રીતે અમલમાં મુકવામાં આવશે અને 3.6 લાખ કરોડ રૂપિયા ક્યાંથી લાવવામાં આવશે એ અંગે કોઈજ સ્પષ્ટતા નથી. આ યોજનાનો અમલ કરવો એ લગભગ અશક્ય છે.”

આ અગાઉ થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર વાય વી રેડ્ડી પણ NYAY યોજનાની ટીકા કરી ચૂક્યા છે અને તેમણે પણ આ જ પ્રકારના સવાલો આ ચૂંટણી વચન અંગે  ઉભા કર્યા હતા.