Featured|દેશદેશ

હું કરોડો માતાઓના સન્માનનો ચોકીદાર છું: મોદી

હું કરોડો માતાઓના સન્માનનો ચોકીદાર છું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં જઇને કરોડો લોકો સાથે જન સંપર્ક કરી રહ્યા છે. જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં ભાજપ સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ હેતુ યોજનાઓની સફળતા તથા કેટલા લોકોએ આ યોજનાઓનો લાભાર્થીઓ વિશે જણાવે છે, સાથે જ પાંચ વર્ષના સમયગાળામાં મોદી સરકારે કયા પ્રકારની કામગીરી કરી તે તમામ બાબતનું સરવૈયું લઈ તેઓ લોકો વચ્ચે જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે મહારાષ્ટ્ર ખાતેની જનસભા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો તેઓને સાંભળવા પહોંચ્યા હતા. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવ્યા ત્યારે લોકોએ મોદી… મોદી…મોદીના કરી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે પોતાની ભાષણ દરમ્યાન તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કે, પંચકુલા કોર્ટે આપેલા ચુકાદા પરથી સ્પષ્ટ થયું છે કે,  હિન્દુઓ કોઈ દિવસ આતંકવાદી ન હોઇ શકે. કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી કહીને સૌથી મોટી ભુલ કરી છે. અને તેમની આ ભુલના કારણે હવે કોંગ્રેસ નેતા હવે હિન્દુ વિસ્તારોથી દુર ભાગી રહ્યા છે.

આ જન સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવવામાં આવતા હતા, તે સમયે કોંગ્રેસ દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવતી હતી. અને તે સમયે તેઓને વિપક્ષીઓ દ્વારા શૌચાલયના ચોકીદાર કહેતા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પરથી વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, જ્યારે વિપક્ષોએ તેમને શૌચાલયના ચોકીદાર તરીકે ગણાવ્યા ત્યારે તેઓ પોતાને દેશની કરોડો માતાઓના સન્માનના ચોકીદાર તરીકે ગણાવતા હતા.