Featured|દેશદેશ

પોતાનું નાક બચાવવા રાહુલ છેક કેરળના વાયનાડ ભાગ્યા

પોતાનું નાક બચાવવા રાહુલ છેક કેરળના વાયનાડ ભાગ્યા

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જે છેલ્લી ત્રણ ટર્મથી પોતાની પારિવારિક બેઠક અમેઠીથી ચૂંટાતા આવે છે તેમને આ વખતે અમેઠીમાં જીત સામી દેખાઈ રહી છે. આ જ કારણોસર રાહુલ ગાંધીએ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક જ્યાં કોંગ્રેસ પક્ષની સરકાર છે ત્યાંથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આમ તો આ નિર્ણય અંગે છેલ્લા એક અઠવાડિયાથી અટકળો ચાલી રહી હતી પરંતુ આજે કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ રક્ષામંત્રી એ કે એન્ટનીને આ નિર્ણયની આધિકારિક જાણકારી આપી હતી. જો કે આ નિર્ણય લીધા અગાઉ તેની પૂર્વભૂમિકા માટે કોંગ્રેસે એમ કહ્યું હતું કે કેરળ કોંગ્રેસના કાર્યકર્તાઓની એવી લાગણી છે કે રાહુલ વાયનાડથી લડે.

પરંતુ હકીકત અલગ જ છે. ગત ચૂંટણીમાં રાહુલ સામે હારવા છતાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ છેલ્લા ચાર વર્ષમાં અમેઠીમાં સતત કાર્ય કર્યું છે અને અમેઠીના વિકાસ માટે રાતદિવસ મહેનત કરી છે. સામેપક્ષે રાહુલ ગાંધીએ તેમની અગાઉની નિષ્ક્રિયતા જાળવી રાખી છે અને આથી જ તેમના વિરુદ્ધ લોકજુવાળ પ્રબળ બન્યો છે.

આમ, સ્મૃતિ ઈરાનીની વધતી જતી લોકપ્રિયતાને જોઇને પોતાનું નાક બચાવવા રાહુલ ગાંધીએ છેક કેરળના વાયનાડ સુધી દોટ લગાવી છે.