Featured|દેશદેશ

રાહુલ ગાંધીએ હિંદુ સમાજનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ: શાહ

રાહુલ ગાંધીએ હિંદુ સમાજનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ: શાહ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી  લોકસભાની ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાહુંલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં અમિત શાહે જણાવ્યું કે, રાહુલ ગાંધીને ડરી ગયા છે અને તેને ભય છે કે જો તે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે તો તેનો પરાજય તો નક્કી જ છે. સાથે જ તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસ હવે તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે. અને અત્યાર સુધી કોંગ્રેસે રાષ્ટ્રની સુરક્ષા સાથે અન્યાય જ કર્યો છે

પાણીપતના ચર્ચિત સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે પંચકુલાની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું કે, આ બનાવમાં નિર્દોષ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા, અને જે સમયે આ બનાવ બન્યો તે સમયે યુપીએની મનમોહન સરકાર હતી. અને તે સમયે કહેવામાં આવ્યું હતું કે, આ હિન્દુ ટેરરનો એક નમૂનો છે. ત્યારે થોડા સમય પહેલા કોર્ટે આપેલા ચુકાદા પરથી સ્પષ્ટ થઈ ગયું કે, હિન્દુ આતંકી ન હોઈ શકે. ત્યારે આ બાબતને લઈને અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા કે, હિન્દુઓ પર ટેરરનું ટેગ લગાવવાનું કામ યુપીએની મનમોહન સરકારે કર્યું છે,

અમિત શાહે સભા સંબોધન સ્થળથી જાહેર જનતા વચ્ચે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા કે, શા માટે કોંગ્રેસે ધર્મને આતંકવાદ સાથે જોડ્યો, કોંગ્રેસે પોતાના ફાયદા માટે હિન્દુ ધર્મને બદનામ કરવાનું કામ કર્યું છે. સાથે જ તેમણે ઉમેર્યું કે હિન્દુઓ તો કીડીને લોટ નાખે છે તે ક્યારેય પણ કોઈનો જીવ લઇ શકે નહીં. કોંગ્રેસની આ પ્રકારની રાજનીતીને કારણે અનેક લોકોની લાગણી દુભાઇ છે જેના કારણે રાહુલ ગાંધીએ સમગ્ર જનતાની માફી માગવી જોઈએ.