Featured|દેશદેશ

રાહુલને વડાપ્રધાન બનવાનો અધિકાર કારણકે એ ગાંધી છે: કોંગ્રેસી નેતા પી સી ચાકો

રાહુલને વડાપ્રધાન બનવાનો અધિકાર કારણકે એ ગાંધી છે: કોંગ્રેસી નેતા પી સી ચાકો

ચમચાગીરીને એક નવા સ્તરે લઇ જતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી સી ચાકોએ આજે કહ્યું હતું કે ભારત ગાંધી પરિવારનું આભારી છે. ચાકોએ ગાંધી પરિવારને ભારતનું પ્રથમ પરિવાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુની યોજનાઓ અને પહેલને 70 વર્ષ સુધી અમલમાં મુકવા બદલ સમગ્ર ભારત ગાંધી પરિવારનું આભારી છે.

ચાકોએ સવાલ કર્યો હતો કે ભારત પાસે સ્વતંત્રતા મળી ત્યારે શું હતું? કશું જ નહીં. ભારત સ્પેસમાં મહાસત્તા બન્યું તો એ નહેરુને લીધે. સફેદ ક્રાંતિ, હરિત ક્રાંતિ આ બધું જવાહરલાલ નહેરુની યોજનાને લીધે શક્ય બન્યું. ભારત હવે સ્વાધીન છે એ નહેરુને લીધે જ છે. ભારત એમનું આભારી છે.

પી સી ચાકો અહીં જ નહોતા રોકાયા, તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો અધિકાર છે કારણકે તેઓ દેશના પ્રથમ પરિવારના સભ્ય છે જેણે આ રાષ્ટ્રના નિર્માણમાં તેમનું મહાન પ્રદાન કર્યું છે. આમ પી સી ચાકો એવું માને છે કે ગાંધી અટક ધરાવતા હોવાથી જ રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાની યોગ્યતા ધરાવે છે પછી ભલે તેમનામાં શાસન કરવાની ક્ષમતા હોય કે ન હોય.

પી સી ચાકો એ ભૂલી જાય છે કે ભારતમાં રાજાશાહી નથી પરંતુ લોકશાહી છે અને આથી જ કોઈજ એક પરિવારનો એકાધિકાર અહીં શક્ય નથી.