Featured|ગુજરાતગુજરાત

VIDEO: આવો સાંભળીએ અજ્ઞાની હાર્દિક પટેલની ગપ્પાં ગીતા!

324views

હાર્દિક પટેલનો પાટીદાર આંદોલનથી થયેલો અચાનક વિકાસ કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવો હતો. આગેવાન એવો હોય જેનામાં પોતે જે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે તેનું થોડું ઘણું જ્ઞાન હોવું પણ જરૂરી છે. પાટીદાર સમાજને વચનો આપ્યા હોવા છતાં સમાજને છેહ દઈને કોંગ્રેસમાં સામેલ થયા બાદ ગુજરાતની સમગ્ર પ્રજાને ખબર પડી ગઈ હતી કે હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન શરુ કરાવવા પાછળ રાજકીય હેતુ માત્ર હતો.

જો હાર્દિકનો આ જ હેતુ હતો તો ગુજરાત અને દેશના રાજકારણ વિષે તેમજ ભારત વિષે સામાન્ય જ્ઞાનનું હોવું જરૂરી હતું કારણકે લોકપ્રિયતા કોઈને નેતા તો બનાવી દે પરંતુ એ લોકપ્રિયતા ટકાવવા માટે થોડું ઘણું જ્ઞાન હોવું તો જરૂરી છે જ. હાર્દિક પટેલે હાલમાં આ તમામ બાબતો અંગે પોતાના ઘોર અજ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું એટલુંજ નહીં પરંતુ પોતે જાતે ઉભી કરેલી ગપ્પાં ગીતાનો રસાસ્વાદ પણ કરાવ્યો હતો. આ ઉપરાંત એક વાયરલ થયેલા વિડીયોમાં હાર્દિકના આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું અજ્ઞાન પણ સામે આવી ગયું હતું.

ગયા અઠવાડિયે હાર્દિક પટેલ એક કાર્યક્રમમાં ‘યુવાનોને’ સંબોધન કરવા ગયો હતો. અહીં તેણે બે સફેદ જૂઠ આટલા મોટા ઓડિયન્સ સામે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલી દીધા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે અમદાવાદમાં મેટ્રો ટ્રેન બંધ છે! અમદાવાદના વસ્ત્રાલ અને રખિયાલ વિસ્તારમાં રહેતી કોઇપણ વ્યક્તિ હાર્દિકનું અમદાવાદના બળબળતા સૂર્યની હાજરી નીચે કહેવાયેલું જૂઠ સાંભળીને જ ચક્કર ખાઈ જાય!

કારણકે હકીકત એ છે અમદાવાદ મેટ્રોનું ઉદ્ઘાટન જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે ત્યારથી તે રેગ્યુલર અને દરરોજ પોતાના સમય અનુસાર ચાલી રહી છે અને આવતા મહીને તેમાં એક સ્ટેશન પણ ઉમેરાવાનું છે. એવું નથી કે હાર્દિક પટેલને આ અંગેની માહિતી નથી, પરંતુ પોતાનો સિક્કો ખરો કરાવવા માટે તે આટલી હદે જઈને જુઠ્ઠું બોલી શકે છે તે જોઇને નવાઈ લાગે છે.

હાર્દિકે આનાથી પણ મોટું જુઠ્ઠાણું અને એ પણ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે સાણંદનો તાતા નેનો પ્લાન્ટ સાવ બંધ થઇ ગયો છે!! હકીકત જોવા જઈએ તો તાતાએ નેનો મોડલનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને અત્યારસુધી તે પાંચ લાખ કાર આ જ પ્લાન્ટમાંથી ઉત્પાદિત કરી ચુક્યું છે. જો તાતા નેનો બનાવવાનું બંધ કરીને જો તેના અન્ય મોડલ્સ બનાવવા લાગે તો એનો મતલબ એવો થોડો છે કે આખો પ્લાન્ટ બંધ છે?

હાર્દિક બેફિકરાઈથી જુઠ્ઠું તો બોલે જ છે પરંતુ તેનું સામાન્ય જ્ઞાન અને એ પણ દેશના રાષ્ટ્રધ્વજ માટે, કેટલું નબળું છે તેની માહિતી એક વાયરલ વિડીયોથી જાહેર થઇ ગયું છે. આ વિડીયોમાં હાર્દિક કોઈ  કાર્યક્રમમાં જેમાં તેણે ભારતના રાષ્ટ્રધ્વજ વિષે કશુંક બોલવાનું હશે તેની સ્ક્રિપ્ટ મોઢે કરી રહેલો જણાય છે. આ સ્ક્રિપ્ટ ગોખવામાં પણ હાર્દિક પટેલને કેટલી તકલીફ પડે છે તે તો ખ્યાલ આવી જ જાય છે પરંતુ હાર્દિકને કરુણા અને કરુણતા બે શબ્દો વચ્ચેનો ફરક પણ ખબર નથી એ પણ સ્પષ્ટ થાય છે.

સહુથી ગંભીર વાત એ છે કે રાષ્ટ્રધ્વજ વિષે વાંચતી વખતે પણ તે એના રંગો શું સંદેશ આપે છે તેને પણ ગંભીરતાથી લઇ નથી રહ્યો.

 

હાર્દિક પટેલને છેલ્લે આપણે જ જ્ઞાન આપી દઈએ કે આપણા દેશના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો શો સંદેશ આપે છે.

કેસરી: મજબૂતી અને વિરતા

સફેદ: શાંતિ અને સત્ય (અશોક ચક્ર – ધર્મ પાલન)

લીલો: ભારતની ભૂમિની ઉત્પાદન, વિકાસ અને શુભતા