Featured|દેશદેશમનોરંજન

નરેન્દ્ર મોદીના શબ્દો અને લતાજીના સૂર…

નરેન્દ્ર મોદીના શબ્દો અને લતાજીના સૂર...

લેજન્ડરી ગાયિકા લતા મંગેશકરે હાલમાં જ થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં કહેલી કેટલીક પંક્તિઓ ‘સોગંધ મુજે ઇસ મિટ્ટી કી..’ ને ગીતના રૂપમાં રેકોર્ડ કરી છે. લતા મંગેશકરનો આ વિડીયો યુટ્યુબ પર તો ઉપલબ્ધ છે જ પરંતુ લતાજીએ તેને ટ્વીટર પર પણ શેર કર્યો છે.

લતાજી આ ગીત અગાઉ કહે છે કે થોડા દિવસો અગાઉ જ્યારે તેમણે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદીનું ભાષણ સાંભળ્યું હતું ત્યારે તેમણે એક કવિતાની કેટલીક પંક્તિઓ કહી હતી જે મને દરેક ભારતીયના મનની વાત લાગી. આ પંક્તિઓ મારા મનને સ્પર્શી ગઈ, મેં તેને એક ગીતના રૂપમાં રેકોર્ડ કરી છે અને હું આજે તેને આપણા દેશના વીર જવાનો તેમજ દેશની જનતાને સમર્પિત કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તરત જ લતાદીદીને જવાબ આપ્યો હતો અને લતાજીની જ ટ્વીટને તેમણે રીટ્વીટ કરતા લખ્યું હતું કે, હ્રદયના ઊંડાણથી આ ગીતના રૂપમાં બહાર આવેલો તમારો સ્નેહ અને તમારા આશિર્વાદ મારા માટે પ્રેરણાસ્ત્રોત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લતા મંગેશકર 2014ની ચૂંટણીઓથી સતત આશિર્વાદ આપી રહ્યા છે અને તેમનું સમર્થન કરી રહ્યા છે. હાલમાં જ લતાજીએ કહ્યું હતું કે તેઓ જીવનના આખરી શ્વાસ સુધી ગાતા રહેશે.