Featured|દેશદેશ

ભાજપ માટે લોકોની ભલાઈ પહેલા, વિપક્ષ માટે મલાઈ પહેલા: મોદી

ભાજપ માટે લોકોની ભલાઈ પહેલા, વિપક્ષ માટે મલાઈ પહેલા: મોદી

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પુરજોશથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શનિવારના રોજ અરુણાચલ પ્રદેશ ખાતે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા, તે સમયે તેઓએ વિપક્ષ પર અનેક પ્રહારો કર્યા તથા આગામી સમયમાં અરુણાચલ પ્રદેશમાં યોજાનાર કલ્ચરલ ફેસ્ટિવલ સમગ્ર દેશ નિહાળી શકે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની જનતાને સંબોધતા જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશવાસીઓ  ફેસ્ટિવલની તૈયારીઓમાં લાગી ગયા છે. અને તેઓનો આ ફેસ્ટિવલની સમગ્ર દેશ નિહાળી શકે તેવા હેતુસર  પ્રભાત ચેનલ દ્વારા સમગ્ર દેશમાં આ ફેસ્ટિવલનું પ્રસારણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતાં જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા પ્રથમ વખત અરુણાચલ પ્રદેશના નાગરિકને વીજળી કનેક્શન અપાયું  છે. સાથે જ અરુણાચલ પ્રદેશના પહેરવેશ પર મજાક ઉડાવતા લોકો સામે લાલ આંખ કરી, અને તેઓએ પહેરેલા કરેલા કપડા વિશે જણાવ્યું કે તેમને પહેલા આ કપડા માત્ર કપડાં નથી પરંતુ તેઓના માટે આશીર્વાદ છે.

સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. જેમાં તેઓએ કહ્યું કે, વિપક્ષીઓ તેજ ભાષા બોલે છે જે તેમના આતંકવાદીઓ બોલે છે. અત્યાર સુધીમાં કોંગ્રેસે માત્ર ને માત્ર મલાઈ ખાવાનું કામ કર્યું છે. જ્યારે બીજી તરફ પાંચ વર્ષના સેવાભાવ કાળ દરમ્યાન ભાજપ સરકારે દેશના નાગરિકની ભલાઈની વાત કરી છે. સાથે જ વિપક્ષના કેટલાક નેતાઓ હાલ જામીન પર છે ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહે છે તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો.