આયુષ્માન ભારત|દેશદેશ

કોંગ્રેસ ચાવાળાને નફરત અને ચાનો વ્યવસાય કરનારાઓને અન્યાય કરે છે: નરેન્દ્ર મોદી

220views

લોકસભા ચૂંટણીને હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આદત મુજબ તેમની ઉંમર કરતા વધુ કામ કરી રહ્યા છે. જેમાં તેઓ દેશના અલગ અલગ રાજ્યોમાં રોજની બે થી ત્રણ સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ તેઓ આસામના નાગરિકોને સંબોધ્યા. જ્યાં તેમણે ભાજપ સરકાર દ્વારા જાહેર કરેલી યોજનાઓ વિશે વાત કરી તથા ચોકીદારની કામગીરીને લઇને આસામની જનતા સામે પહોંચ્યા હતા.

પોતાના સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રકારની યોજનાઓ વિશે જાહેર જનતાને જાણકારી આપી, સાથે જ ભાજપ સરકાર દ્વારા આસામને આપવામાં આવેલી વિવિધ યોજનાઓની વાત પણ કરી હતી. જે સ્થળ ઉપર આ સભા યોજાઇ હતી તે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે, પહેલાં તો વિપક્ષને માત્ર ચા વાળાથી જ નફરત હતી, અને તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો વિરોધ થતો હતો. પરંતુ જ્યારે તેવું આસામમાં પહોંચ્યા ત્યારે તેઓને જોવા મળ્યું કે, વિપક્ષ અને માત્ર ચાવાળા નહિ પરંતુ ચાનો વ્યવસાય કરતા અથવા તો ચાની ખેતી કરતા તમામ એવા ખેડૂતો તથા ખેડૂત પરિવારો સાથે અન્યાય કરી માત્રને માત્ર પોતાની રાજાશાહી ચલાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન વિપક્ષને આડેહાથે લીધો હતું અને જણાવ્યું કે, જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થશે, ત્યારે સૌથી વધુ દુઃખ દેશમાં માત્ર બે વ્યક્તિને થવાનું છે. જેમાં એક કોંગ્રેસ પરિવાર છે, જ્યારે બીજું આતંકવાદીઓનું ઘરબાર. સત્તાના 55 વર્ષના રાજમાં જે કામગીરી ન થઇ શકી, તે સેવાભાવના પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવી છે જેના કારણે વિપક્ષીઓ હેરાન થઇ ગયા છે.