Featured|ગુજરાતગુજરાત

જાણો હાર્દિક પટેલની સજા મોકૂફીની અરજી હાઈકોર્ટે કેમ રદ્દ કરી!

એક દિલ્હીના કેજરીવાલ અને બીજો ગુજરાતનો હાર્દિક

આજે ગુજરાત હાઈકોર્ટમાં વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે સેશન્સ કોર્ટ દ્વારા તેને આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે મુકવાની અરજી પર સુનાવણી થઇ હતી. આ સુનાવણી બાદ હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા મોકૂફ રાખવાનો ઇનકાર કર્યો હતો.

આ સજા મોકૂફ કેમ ન રખાય તે માટે સરકારના વકીલ કમલ ત્રિવેદીએ દલીલ કરતા કહ્યું હતું કે આ કોઈ અસાધારણ સંજોગો નથી. સજા મોકૂફ રાખતા અગાઉ કોર્ટે બનાવના તમામ પાસાંઓ પર નજર નાકાહ્વી જોઈએ. આટલુંજ નહીં કોર્ટ કાયમ પોતાનો ફેંસલો આપતા પહેલા આરોપીના ગુનાહિત ઈતિહાસ પર નજર કરતી હોય છે અને હાર્દિક પટેલના કેસમાં પણ એમ જ થવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે એ જરૂરી છે કે લોકશાહીમાં જાહેરજીવનમાં ભાગ લેનારા લોકોની છબી સારી હોવી જોઈએ. અને જેણે લોકસેવા જ કરવી છે તેણે રાજકારણમાં આવવું જ જોઈએ તે જરૂરી નથી. ગાંધીજી પણ ક્યારેય ચૂંટણી લડ્યા ન હતા તેમ છતાં તેઓ રાષ્ટ્રપિતા કહેવાય છે. એટલે માત્ર લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હોય એટલે સજા પર સ્ટે ન મૂકી શકાય.