Featured|દેશદેશ

મોદીના આતંક વિરોધી અભિયાનમાં અમેરિકાનું પૂર્ણ સમર્થન

મોદીના આતંક વિરોધી અભિયાનમાં અમેરિકાનું પૂર્ણ સમર્થન

પુલવામાં આતંકી હુમલા થયા બાદ વડાપ્રધાન મોદીએ આતંકીઓ સામે પોતાનો રોષ ઠલવતા કહ્યું હતું કે, આતંકીઓએ આ બહુ મોટી ભૂલ કરી છે. જેનું પરિણામ તેમને ભોગવવું પડશે.  ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક ધોરણે તેના પર પ્રતિબંધ મુકવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. ત્યારે વડા પ્રધાનની મહેનત હવે રંગ લાવી છે. અને મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવા હેતું અમેરિકા જેવા મજબુત દેશનો સાથ મળ્યો છે.

કઇ રીતે મળ્યો અમેરિકાનો સાથ

હવે ફ્રાન્સ અને બ્રિટન બાદ અમરિકાએ પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી જૈશ-એ-મોહમ્મદ નો ચીફ મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંદ મુકવા  માટે પ્રસ્તાવ મુક્યો છે. પ્રતિબંધ મૂકવા માટે વોટિંગ ફરજીયાત હોય છે પણ  હજી સુધી  સ્પષ્ટ નથી થયું કે આ પ્રસ્તાવ પર વોટિંગ ક્યારે થશે.

શું કહ્યું અમેરિકાએ પ્રસ્તાવમાં

અમેરિકાએ આ પ્રસ્તાવ 15 સભ્યોની કાઉન્સિલમાં રજુ કર્યો છે. મસૂદને લઈને આ પ્રસ્તાવમાં કીધું છે કે, અઝહર પર સંપૂર્ણં રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ. તે સાથે સાથે, તેની બધીજ સંપત્તિયો જપ્ત કરી જોઈએ અને ખાસ કરીને વિદેશમાં મુસાફરીઓ પર પ્રતિબંધ લગાવો. મોહમ્મદ 2001થી જ સંયુક્ત રાષ્ટ્રની આતંકીઓની સૂચિમાં સામેલ છે.

ચીન નો વિરોધ

ચીન હંમેશા થી પાકિસ્તાની સાથે છે. અને તેને સાબિત પણ કર્યું છે. આ બાબતે ચીને ચોથીવાર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર પ્રસ્તાવ પર રોક લગાવી છે. આ ચોથીવાર ચીનએ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. આમ આ વીટો પાવર નવ મહિના સુધી માન્ય રહી શકે છે. એટલે કે, ચીન નવ મહિના સુધી મસૂદને હોલ્ડ પાર રાખવા માંગે છે. ચીન નું કેહવું છે કે, તે મસૂદને  લઈને વધુ જાણકારીઓ અને તથ્યો ભેગા કરી રહ્યું છે.