Featured|ગુજરાતગુજરાત

હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પર હાઈકોર્ટની રોક

કોંગ્રેસમાં જોડાતાં જ હાર્દિકે ખરો રંગ દેખાડ્યો, કોંગ્રેસી આગેવાનો મૂંઝવણમાં

વિસનગર ખાતે થયેલી તોડફોડ અને હિંસાના બાબતે વિસનગર સેશન્સ કોટૅ હાર્દિક પટેલને સજા ફટકારી હતી. ત્યારે વિસનગર સેસન્સ કોર્ટમાં આવેલા ચુકાદાના વિરૂદ્ધ જઇને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં તેની સજા પર સ્ટેની માંગણી કરી હતી. ત્યારે આજરોજ હાઈકોર્ટે હાર્દિક પટેલે તેની સજા પર મૂકેલી સ્ટે માંગણીને ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.

થોડા સમય અગાઉ જ આવેલા ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ વિરુદ્ધ  વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 17 ફરિયાદો નોંધાઈ છે. સાથે જ હાર્દિક પટેલના વકીલ પાસે યોગ્ય પુરાવા ન હોવાના કારણે તેની વાત સ્વીકારી શકાય નહીં. ત્યારે હાર્દિક પટેલે વિસનગર સેસન્સ કોટે ફટકારેલી સજા પરના સ્ટેની માગણીને ફગાવી દીધી છે

હાર્દિક પટેલને સેસન્સ કોર્ટે સજા ફટકારી હતી તેમ છતાં હાર્દિક ચૂંટણી લડવા માંગતો હતો તેને લઇને રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટના આવેલા ચુકાદામાં પુરવાર થયું છે કે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે.

આમ આ રીતે હાર્દિક પટેલની પોતાના જ સમાજની લાગણી સાથે રમી કોંગ્રેસમાં જોડાઈને લોકસભા સુધી પહોંચી જવા શોર્ટકટ લેવાની મહેચ્છા પર આજે પાણી ફરી વળ્યું હતું. ગુજરાતમાં તેનો સ્વયંભુ વિરોધ પણ શરુ થઇ ગયો હતો. આમ હાર્દિક પટેલ હવે એક સામાન્ય કોંગ્રેસ કાર્યકર્તાથી વિશેષ કશું જ રહ્યો નથી.

હાઈકોર્ટનો આ ચૂકાદો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પણ એક લપડાક છે જેમણે અમદાવાદની જાહેરસભામાં કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી જરૂર લડશે.