Featured|દેશદેશ

કોંગ્રેસે કાયમ હિંદુ-મુસલમાનોને લડાવ્યા અયોધ્યા ઉકેલમાં તેને રસ નથી: ઇકબાલ અન્સારી

કોંગ્રેસે કાયમ હિંદુ-મુસલમાનોને લડાવ્યા અયોધ્યા ઉકેલમાં તેને રસ નથી: ઇકબાલ અન્સારી

છેલ્લા કેટલાય વર્ષોથી કોર્ટમાં નિલંબિત એવા રામ જન્મભૂમી વિવાદ પર બાબરી મસ્જીદના પક્ષકાર ઇકબાલ અન્સારીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ઇકબાલ અન્સારીનું કહેવું છે કે વર્ષોથી કોંગ્રેસે માત્ર હિંદુ અને મુસલમાનોને એકબીજા સાથે લડાવવાનું જ કાર્ય કર્યું છે. અન્સારીએ એવો આરોપ પણ મુક્યો હતો કે સમગ્ર અયોધ્યા વિવાદ એ કોંગ્રેસની જ દેણ છે.

આજે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અયોધ્યાની યાત્રાએ છે અને આજે જ ઇકબાલ અન્સારીએ પ્રિયંકા પર આરોપ મુકતા કહ્યું હતું કે પ્રિયંકા માત્ર રાજકારણ રમી રહ્યા છે અને તેમની આ દર્શન પૂજાથી કોઈને કશો જ ફાયદો થવાનો નથી.

ઇકબાલ અન્સારીનું હાલનું બયાન એટલા  માટે ખૂબ મહત્ત્વનું બની જાય છે કારણકે અત્યારે એક તરફ દેશભરમાં ચૂંટણીનો માહોલ ગરમ થઇ રહ્યો છે અને બીજી તરફ સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થીઓ અયોધ્યા મામલાનો ઉકેલ લાવવા માટે તમામ પક્ષકારો સાથે ચર્ચા ચલાવી રહ્યા છે.