Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

રાજકારણના રાષ્ટ્રીય દિગ્ગજોની હાજરીમાં અમિત શાહ ઉમેદવારી કરશે

રાજકારણના રાષ્ટ્રીય દિગ્ગજોની હાજરીમાં અમિત શાહ ઉમેદવારી કરશે

આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપની પરંપરાગત લોકસભા બેઠક ગાંધીનગરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા અગાઉ અમિત શાહ માટે ગુજરાત ભાજપે એક રોડ શોનું આયોજન કર્યું છે. આ રોડ શો આવતીકાલે સવારે નવ વાગ્યે અમિત શાહના નિવાસ્થાનના નારણપુરા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સરદાર પટેલના બાવલાથી શરુ થશે.

મળતી માહિતી અનુસાર અમિત શાહના રોડ શોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અકાલી દલના પ્રમુખ પ્રકાશ સિંગ બાદલ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે. ત્યારબાદ અમિત શાહ ગાંધીનગર જશે.

ગાંધીનગર જઈને અમિત શાહના સ્વાગતમાં ગાંધીનગરની તમામ વિધાનસભા બેઠકોના ભાજપના કાર્યકર્તાઓ માનવ સાંકળ બનાવીને કરશે.

રોડ શોની શરૂઆત અગાઉ જ અમિત શાહ સ્થળ પર એક જાહેરસભાને સંબોધિત કરશે. આવનારા દિગ્ગજ નેતાઓ પણ સભાને સંબોધન કરે તેવી સંભાવનાઓ છે.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ અમિત શાહ ગુજરાત ભાજપના મુખ્યાલય શ્રીકમલમ ખાતે ગાંધીનગર વિધાનસભાના કાર્યકર્તાઓ તેમજ ગુજરાત ભાજપના શીર્ષ નેતાઓ સાથે ચર્ચા કરશે.