Featured|દેશદેશ

લેણાં વસુલ કરવા બેન્કોએ શેર્સ વેંચતા જ વિજય માલ્યા ગુસ્સે થયો

લેણાં વસુલ કરવા બેન્કોએ શેર્સ વેંચતા જ વિજય માલ્યા ગુસ્સે થયો

ભારતીય બેન્કોને કરોડોનો ચૂનો લગાવીને ભારતથી ભાગી જનાર વિજય માલ્યા આજકાલ બહુ ગુસ્સામાં છે. બે દિવસ અગાઉ જ્યારે બેન્કોએ જેટ એરવેઝના દેવા સામે તેનો કન્ટ્રોલ પોતાના હસ્તક લઇ લીધો હતો ત્યારે વિજય માલ્યાએ જણાવ્યું હતું કે જેટ એરવેઝને આટલી સગવડતા કેમ? જો આવું કિંગ ફિશર સથે પણ કરવામાં આવ્યું હોત તો?

પરંતુ માલ્યાએ હકીકત ભૂલી ગયો છે કે જેટ એરવેઝના ચેરમેન હજી પણ દેશમાં જ છે જ્યારે વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો છે અને તેને લીધે જ જેટ એરવેઝને બેન્કોએ મદદ કરી છે. ગઈકાલે વિજય માલ્યાને લોન આપનાર બેન્કોના જૂથે ED દ્વારા જપ્ત કરવામાં આવેલા વિજય માલ્યાના UB (યુનાઇટેડ બ્રુઅરીઝ) ના માલ્યાના ભાગના શેર્સને વેંચી દઈને લગભગ રૂ. 1200 કરોડ વસૂલ કર્યા હતા. અદાલતે આ અંગે બેન્કોને અગાઉ મંજૂરી આપી દીધી હતી.

આ સમાચાર મળતાની સાથેજ વિજય માલ્યાનો ગુસ્સો ફાટી પડ્યો છે. તેણે આજે વહેલી સવારે એક ટ્વીટ કરતા કહ્યું છે કે, મને ચોર સાબિત કરવામ આવી રહ્યો છે. તમે બેન્કોને મદદ કરો તો પણ તમને તકલીફ પડે અને જો ન કરો તો પણ તકલીફ પડે. વિજય માલ્યા જ્યારથી સરકાર અને બેન્કોએ તેની ફરતે ગાળિયો કસ્યો છે અને તેના લેણાં વસુલવાનું ચાલુ કરી દીધું છે ત્યારથી જ આ પ્રકારની ફરિયાદ કરતો ફરે છે.

વિજય માલ્યાને તો એમ પણ લાગે છે કે સરકારે બેન્કોને તેની પાસેથી જેટલા રૂપિયા વસુલ કરવાના છે તેનાથી પણ વધુ વસૂલી લીધા છે. આમ હવે વિજય માલ્યાને દેશ છોડીને ભાગી જવાના પોતાના નિર્ણય પર જરૂરથી પસ્તાવો થતો હશે. ત્યારે તેને લાગ્યું હશે કે તે આરામથી બેન્કોને ચૂનો લગાડીને વિદેશમાં રહેશે પરંતુ નરેન્દ્ર મોદી સરકારે તેના વિરુદ્ધ આકરા પગલાં લેતા તેની હાલત ખરાબ કરી દીધી છે.