Featured|દેશદેશ

રાહુલ ગાંધી તો હજી બાળક છે: મમતા બેનરજી

રાહુલ ગાંધી તો હજી બાળક છે: મમતા બેનરજી

રાષ્ટ્રીય સ્તરે એક ચહેરો અને સ્થાનિક સ્તરે બીજો ચહેરો એ જ મહાગઠબંધનની અસલીયત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનેમ તેને મહામિલાવટ નથી કહેતા. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ જે આમ તો એકસાથે મળીને નરેન્દ્ર મોદી સામે લડવાની વાતો કરે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં તેઓ સામસામે લડે છે. રાહુલ ગાંધી હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ગયા હતા જ્યાં તેમણે ભાજપ ઉપરાંત મમતા બેનરજી પર પણ આરોપ લગાવ્યા હતા.

રાહુલ ગાંધીએ તો પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી બંને એક સરખા જ છે એમ પણ કહી દીધું હતું. આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસે ભલે સામ્યવાદી શાસનને ફગાવી દીધું હોય પરંતુ તેમનામાં અને વામપંથીઓમાં કોઈજ ફર્ક નથી અને મમતા બેનરજીના શાસનમાં પણ પશ્ચિમ બંગાળ વિકાસથી વંચિત રહી ગયું છે.

જ્યારે મમતા બેનરજીને રાહુલ ગાંધીના આરોપ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “રાહુલ તો હજી બાળક છે, હું એમના વિષે હવે શું કહું?”

રાહુલ ગાંધીના મમતા બેનરજી પર આરોપ મુકવા અને મમતાના તેમને બાળક કહેવા શું તે ગઠબંધનનો ધર્મ છે ખરો? જો આ નેતાઓ ચૂંટણી વખતે એકબીજા પર આરોપ પ્રત્યારોપ મૂકે અને ચૂંટણી બાદ માત્ર સત્તા મેળવવા માટે ભેગા થઇ જાય તો શું તે જનતા સાથે છેતરપિંડી નથી?