Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

ગુજરાતમાં વધુ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરતું ભાજપ

જ્યાં જ્યાં મોદી-શાહ-રાહુલે પ્રચાર કર્યો ત્યાં ત્યાં કમળ ખીલ્યા

ભારતીય જનતા પાર્ટીએ આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે ગુજરાત માટે બીજા ત્રણ નામોની આજે ઘોષણા કરી દીધી છે. આ ત્રણ નામો બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠકો માટે છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જાહેર કરેલી યાદી અનુસાર બનાસકાંઠા માટે પરબતભાઈ પટેલ, પોરબંદર માટે રમેશ ધડૂક અને પંચમહાલ માટે રતનસિંગના નામો જાહેર કરવામાં આવ્યા છે. આમ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી સહુથી પહેલા 1 પછી 15 અને હવે 3 એમ કુલ 19 બેઠકોના નામ જાહેર કરી દીધા છે.

હજી પણ ગુજરાતની કેટલીક નોંધપાત્ર બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની ઘોષણા થવી બાકી છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં એ અંગે ઉત્સાહ જળવાઈ રહ્યો છે.

ગુજરાતમાં વધુ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરતું ભાજપ