Featured|દેશદેશ

VIDEO: જુઓ મિશન શક્તિ અંગે કેવી રીતે અહમદ પટેલ જુઠ્ઠા સાબિત થયા

VIDEO: જુઓ મિશન શક્તિ અંગે કેવી રીતે અહમદ પટેલ જુઠ્ઠા સાબિત થયા

જુઠ્ઠાણાં ફેલાવવામાં માહેર એવા કોંગ્રેસી નેતાઓનું એક ઓર જુઠ્ઠાણું આજે પકડાઈ ગયું હતું. આજે સવારે ભારતે મિશન શક્તિ હેઠળ અંતરીક્ષમાં લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો હતો. ત્યારબાદ મોદી સરકારના આ હિંમતભર્યા પગલાને ઓછું આંકતા અહમદ પટેલ સહીત ઘણાબધા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ તેમજ પ્રવક્તાઓએ ભારતની સિદ્ધિ માટે મનમોહન સિંગ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

પરંતુ આ નેતાઓનું જુઠ્ઠાણું ઘડીના છઠ્ઠા ભાગમાં પકડાઈ ગયું હતું જ્યારે એક ટીવી ચેનલે પૂર્વ DRDO ચીફ વી કે સારસ્વતનો ઇન્ટરવ્યુ લીધો હતો. સારસ્વતે આ સમગ્ર મિશનની ક્રેડીટ ફક્ત નરેન્દ્ર મોદીની સરકારને આપતા ઉમેર્યું હતું કે 2012માં તેમણે જાતે એક સંકેત આપ્યો હતો કે ભારત ASAT સિસ્ટમ વિકસાવી રહ્યું છે. બાદમાં સારસ્વતે કહ્યું હતું કે તેમણે એ વખતે પણ આ મિશનને અંજામ આપવાનો પ્રસ્તાવ મનમોહન સિંગ સરકાર સમક્ષ મૂક્યો હતો પરંતુ સરકાર તરફથી કોઈજ જવાબ મળ્યો ન હતો.

આજના સફળ મિશન શક્તિ અંગેની સમગ્ર ક્રેડીટ સારસ્વતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે જેમણે આ પ્રોજેક્ટની ખૂટતી કડી ભેગી કરવાની વૈજ્ઞાનિકોને તેમજ DRDOને મંજૂરી આપી હતી. આ ઉપરાંત તેમણે હાલના DRDO અધ્યક્ષ સતીશ રેડ્ડી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને પણ ક્રેડીટ આપી હતી જેમણે સરકારને આ સમગ્ર મિશનની મહત્તા, ઉપયોગીતા અને ટેક્નીકલ બાબતો અંગે વાકેફ કર્યા હતા.