Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

મિશન શક્તિએ ભારતને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું: વાઘાણી

મિશન શક્તિએ ભારતને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું: વાઘાણી

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મિશન શક્તિની સફળતા બદલ દેશના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. આજે એક પત્રકાર પરિષદમાં વાઘાણીએ કહ્યું હતું કે મિશન શક્તિએ ભારતને સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું છે. જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમના નેતૃત્ત્વમાં દેશ સુરક્ષિત હોવાનું મહેસૂસ કરે છે.

વાઘાણીએ આગળ જણાવ્યું હતું કે મિશન શક્તિ દ્વારા વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી છે. આ સમયે એ સ્પષ્ટ છે કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં સલામત રહીને વિકાસની દિશામાં જરૂર આગળ વધશે. ત્યારબાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આ મિશન સફળ કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જોડાયા હતા તેમને પણ અભિનંદન આપ્યા હતા.

આજે સવારે ભારતની અવકાશ સંસ્થા ઈસરોએ અવકાશમાં આવેલા એક લાઈવ સેટેલાઈટને A-SAT મિસાઈલથી સફળતાપૂર્વક તોડી પાડીને વિશ્વની ખાસ ક્લબમાં એન્ટ્રી કરી હતી. આ પ્રકારની ક્ષમતા અત્યારસુધી ફક્ત અમેરિકા, રશિયા અને ચીન પાસે જ હતી અને હવે ભારત પાસે પણ છે. આમ ભારત હવે અંતરીક્ષ મહાસત્તા પણ બની ગયું છે.