Featured|દેશદેશ

ભારતનો પાકિસ્તાન ઉપર વધુ એક પ્રહાર: વેચી નાખ્યા શત્રુ શેર

ભારતનો પાકિસ્તાન ઉપર વધુ એક પ્રહાર: વેચી નાખ્યા શત્રુ શેર

ભારત હવે સજ્જ બની ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે એક પછી એક ટ્રીક અજમાવી રહ્યા છે. તાજેતરના સમાચાર અનુસાર, મોદી સરકારે પાકિસ્તાનને સૌથી મોટો ઝાટકો આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી અત્યાર સુધી 85,00 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. તેની જાણકારી અરૂણ જેટલીએ આપી હતી. આ ટાર્ગેટને પુરો કરવામાં પાકિસ્તાનનો પણ ફાળો છે.

શત્રુ શેરથી 700 કરોડ ભેગા કર્યા

શત્રુ શેરના સહયોગથી ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં 85000 કરોડનો ડીસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પુરો કરવા આવ્યો છે. અને આ શેરની મદદથી સરકારે 700 કરોડ એકત્ર કર્યા હતા. આ શેરની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં 3000 કરોડ રૂપિયાના શત્રુ શેર છે અને જે શેર બજારની અલગ અલગ રિજસ્ટર્ડ કંપનીઓમાં છે. કેન્દ્રિય કેબિનેટે 2018માં  શત્રુ શેર વેચી દેવાનો નિર્ણય કર્યો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ દ્વારા આ શેરોને વહેચી દેવામાં આવ્યા છે. 85000 કરોડ રૂપિયાનો ટાર્ગેટ હાંસલ કરવામાં CPSનું મોટુ યોગદાન છે. ડિસઇન્વેસ્ટમેન્ટને કારણે સરકારને 10,600 કરોડ રૂપિયા મળ્યા છે. અને આ વખતે મળેલી સફળતાને લઇને કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2019-20 માટેનું લક્ષ્ય 90,000 કરોડ રૂપિયાનો નક્કી કરવામાં આવ્યું છે.

શું છે શત્રુ સંપત્તિ?

દેશમાં પડેલા ભાગલા બાદ પાકિસ્તાનમાં જઇને વસેલા લોકો તથા 1962ના યુદ્ધ બાદ ચીન જઇને વસેલા લોકોની સંપત્તિ ભારતમાં હોય તેને શત્રુ સંપત્તી તરીકે ઓળખવામાં આવે છે. 1968માં સંસદની સંમતી મળેલ શત્રુ સંપત્તી અધિનિયમ હેઠળ આવા પ્રકારની સંપત્તિ પર સરકારનો હક લાગે છે. અને જ્યારથી ભારત દેશના દેશવાસીઓ વિકટ સમયે આ સંપત્તિ છોડી બીજા દેશમાં વસવાટ કરવા જાય છે. ત્યારથી આ સંપત્તિની દેખરેખ ગૃહ મંત્રાલય વિભાગ કરે છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં આવા પ્રકારની સંપત્તી ફેલાયેલી છે. સરકારે 2017માં આ અધિનિયમમાં ફેરફારો કરી આવા લોકોની સંપત્તિ પરનો અધિકાર ખતમ કરી દીધો હતો.

શત્રુ શેર કોને કહેવાય?

વિકટ સમયે અન્ય દેશમાં જઇને જે લોકો ભારત દેશના શેર બજારોમાં રોકાણ કરે છે તેવા રોકાણને શત્રુ શેર તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં આવા પ્રકારના આશરે 3000 કરોડ શત્રુ શેર રહેલા છે.