આયુષ્માન ભારત|દેશદેશ

તેજસ્વી સૂર્યા – ભારતીય રાજકારણનો ભવિષ્યનો ચમકતો સિતારો

613views

ભાજપના વરિષ્ઠ નેતા અનંત કુમારની વિદાયથી બેંગ્લોર સાઉથની બેઠક ખાલી પડી હતી. અહીંથી આ વખતે ભાજપે માત્ર 28 વર્ષના યુવા નેતા તેજસ્વી સૂર્યાને ટીકીટ આપી છે. એક તરફ જ્યાં કોઈ મોટા નેતાના પુત્ર કે પૂત્રી હોવા માત્રથી ટીકીટ મળી જતી હોય છે, ત્યારે ભાજપે પોતાની પ્રથા જાળવી રાખતા તેજસ્વી સૂર્યાને માત્ર તેની મહેનત અને તેની પક્ષ માટેની પ્રવૃત્તિ જોઇને ટીકીટ આપી છે.

તેજસ્વી સૂર્યા એ ABVPના કાર્યકર્તા રહી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ યુવા ભાજપના સેક્રેટરી પણ છે. આ ઉપરાંત કર્ણાટકની વિવિધ ન્યૂઝ ચેનલો પર ભાજપ તરફથી પેનલિસ્ટ તરીકે તેજસ્વી અત્યંત લોકપ્રિય છે. તેજસ્વી સૂર્યા કર્ણાટક ભાજપના સોશિયલ મિડિયા પ્લેટફોર્મનો અવાજ પણ બની ચૂક્યા છે. તેજસ્વી સૂર્યા વ્યવસાયે  કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ છે.

ગઈકાલે રાત્રે જ્યારે ભાજપે પોતાની ઉમેદવારોની યાદી બહાર પાડી અને તેમાં તેજસ્વી સૂર્યાનું નામ પણ સામેલ હતું ત્યારે તેજસ્વીએ ટ્વીટ કરતા પોતાનું પ્રથમ રિએકશન આપતા “ઓહ માય ગોડ…ઓહ માય ગોડ…” લખીને આપ્યું હતું. તેજસ્વી સૂર્યાએ બાદમાં લખ્યું હતું કે વિશ્વની સહુથી મોટી લોકશાહીના વડાપ્રધાન અને વિશ્વની સહુથી  મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ દ્વારા મારા પર વિશ્વાસ મુકવો તે બહુ મોટી વાત છે અને આવું માત્ર મારા પ્રિય ભાજપમાં જ શક્ય છે.

તેજસ્વી સૂર્યા પોતાના રાજકીય વિચારો સ્પષ્ટ રીતે રાષ્ટ્રવાદ સાથે જોડે છે. તેમના એક લોકપ્રિય ભાષણમાં તેમણે કહ્યું હતું કે સાઈઠ વર્ષથી વધુ સમય કોઈ પક્ષ દેશના લોકોને જાણીજોઈને ગરીબ રાખે તો એ પાર્ટી દેશને પ્રેમ નથી કરતી. મહાગઠબંધન અંગે પણ તેજસ્વી કહે છે કે આ તમામ નેતાઓને ડર છે કે જો મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો અમારી પ્રાઈવેટ કંપનીઓ જેવી રાજકીય પાર્ટીને તાળા વાગી જશે.

આમ ભારતીય જનતા પાર્ટીએ બેંગ્લોર સાઉથ જેવી પ્રતિષ્ઠિત બેઠક પર જ્યાં તેના અત્યંત લોકપ્રિય નેતા અનંત કુમાર ચૂંટાતા આવતા હતા તે બેઠક પર એક યુવા નેતાને ટીકીટ આપી છે અને તે પણ તેની ક્ષમતાને આધારે નહીં કે તેની સાથે તેનો કયો અને કેવો પરિવાર છે.