Featured|ગુજરાતગુજરાત

હાર્દિકને ટીકીટ તો મને કેમ નહીં?: અલ્પેશ ઠાકોર ખુલ્લા બળવાના માર્ગ પર?

कोंग्रेस विधायक अल्पेश ठाकोर ने पेहले गाँधी के गुजरात में परप्रांतीयों के विरूद्ध हिंसा भड़काई,  अब सद्भावना उपवास का नाटक कर रहे हैं

છેલ્લા બે દિવસથી ઠાકોર સેનાના વિવિધ જીલ્લાઓના જેવા કે પાટણ, અરવલ્લી અને બનાસકાંઠાના આગેવાનો આ જીલ્લાની લોકસભા બેઠકો પર ઠાકોર સમાજના ઉમેદવારોને જો ટીકીટ આપવામાં નહીં આવે તો કોંગ્રેસે પરિણામો ભોગવવા પડશે તેવી સીધી ધમકી આપી રહ્યા હતા. આજે સવારે જ પંચનામુંના એક સમાચારમાં એક સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શું આ બધાને ઠાકોર સમાજના સર્વેસર્વા અલ્પેશ ઠાકોરનું મૂંગું સમર્થન છે?

હવે મળતા સમાચાર અનુસાર પંચનામુંના આજે સવારના સવાલનો ઉત્તર સાચો પડ્યો હોવાનું માલુમ થાય છે. અલ્પેશ ઠાકોરે હવે જાતે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીને અલ્ટીમેટમ આપી દીધું છે કે તે પણ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે અને પાટણથી, જેથી તેને પણ ટીકીટ આપવામાં આવે. જો આમ નહીં થાય તો તે કોઇપણ પ્રકારનું પગલું ઉઠાવતા અચકાશે નહીં.

કોંગ્રેસથી પોતે નારાજ હતા પરંતુ હવે બધું સરખું થઇ ગયું છે એ પ્રકારની વાત અલ્પેશ ઠાકોરે લગભગ બે અઠવાડિયા અગાઉ જ એક પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી તો અચાનક આમ કેમ થયું? આ પાછળ કારણ એ જાણવા મળ્યું છે કે અલ્પેશ ઠાકોર એ બાબતે નારાજ છે કે સમગ્ર કોંગ્રેસ નેતાગીરી જેમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે, હાર્દિક પટેલ જે હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયો છે તેને ટીકીટ આપવા માટે ઉત્સાહિત છે. જ્યારે પોતે તો કોંગ્રેસનો ધારાસભ્ય છે!

આવા સંજોગોમાં જો નવાસવા હાર્દિકને ટીકીટ આપવામાં આવે તો તેનો શો વાંક? આમ, હવે અલ્પેશ ઠાકોરને પણ સંસદ સભ્ય થવાની ઈચ્છા જાગી છે. પોતાની આ ઈચ્છા પૂર્ણ કરવા ગઈકાલે જે સમાચાર ફરી રહ્યા હતા કે તેની અને જગદીશ ઠાકોર વચ્ચે પાટણ અંગે સહમતી થઇ ગઈ છે કે જગદીશ ઠાકોર આ બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે તેને તેણે હવે ફગાવી દીધી છે.

હવે અલ્પેશ ઠાકોરે અમિત ચાવડા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે અને પરેશ ધાનાણી જે વિધાનસભામાં વિપક્ષના નેતા છે તેમને અલ્ટીમેટમ આપી દીધું છે કે પાટણની બેઠક પર તો પોતે જ લડશે. મળતી માહિતી અનુસાર અમિત ચાવડા અને પરેશ ધાનાણી હવે આ મામલાનો ઉકેલ લાવવા જલ્દીથી દિલ્હી દરબારમાં હાજરી આપવા જશે.