Featured|ગુજરાતગુજરાત

ગુજરાત ભાજપના યુવાનેતાની હાર્દિક પટેલને ખુલ્લી ચેલેન્જ!!

ગુજરાત ભાજપના યુવાનેતાની હાર્દિક પટેલને ખુલ્લી ચેલેન્જ!!

પાટીદાર આંદોલનના નામે તેમની સાથે વિશ્વાસઘાત કરનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસ તરફથી આવનારી લોકસભાની ચૂંટણી લડવાની ફિરાકમાં છે. પરંતુ એક સમયે જે પાટીદાર આગેવાનો હાર્દિક પટેલ સાથે હતા આજે તેઓ જ હાર્દિક પટેલ સામે ઉભા થઇ ગયા છે અને પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ બદનામ થઇ ગયો છે. તેમ છતાં પોતાની અંગત રાજકીય એષણાઓ પૂરી કરવા માટે હાર્દિક પટેલ કોઇપણ પ્રકારે ચૂંટણી લડવા માંગે છે.

પરંતુ હાર્દિક પટેલના ઘોડા આગળ દોડે તે પહેલા જ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલે એક ગુજરાતી ટીવી ચેનલના એક કાર્યક્રમમાં તેને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અન્ય કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર હતા.

ઋત્વિજ પટેલે કહ્યું હતું કે તેઓ હાર્દિક પટેલને શુભેચ્છા આપે છે કે હાર્દિક પટેલ સામે જે કોર્ટ કેસ ચાલે છે તેમાંથી તે છૂટી જાય અથવાતો કોર્ટ તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપે, પરંતુ જો આમ થાય અને હાર્દિક પટેલ જો જામનગર તો શું પરંતુ ગુજરાતની 26માંથી કોઇપણ બેઠક પસંદ કરી લે તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચા તરફથી ચેલેન્જ આપે છે કે તેઓ અને તેમના સાથી કાર્યકરો એડીથી ચોટીનું જોર લડાવી દેશે અને એ બેઠક પર હાર્દિક પટેલની ડિપોઝીટ જપ્ત કરાવીને જ ઝંપશે. ઋત્વિજ પટેલે અલ્પેશ ઠાકોરને પણ આ જ પ્રકારે ચેલેન્જ આપી હતી જો અલ્પેશ ઠાકોર પોતાનો ચૂંટણી ન લડવાનો નિર્ણય બદલે તો.

અગાઉ હાર્દિક પટેલને ક્યારેય આવી ખુલ્લી અને મજબૂત ચેલેન્જ કોઈએ પણ નથી આપી. હવે રાહ એ જોવાની છે કે ગુજરાત હાઈકોર્ટ હાર્દિક પટેલ સામેના કેસમાં શું ફેંસલો આપે છે. જો હાર્દિક ચૂંટણી લડશે તો પછી ખરેખર ભાજપ યુવા મોરચાની ઉપર કહેવામાં આવેલી ચેલેન્જ રૂપે ખેલ ખરેખર જામશે!