Featured|દેશદેશ

સુરક્ષા દળોએ ટેરર ફાઇનાનસરો સામે સકંજો કસ્યો

આઝાદી પહેલાં ટાઈમ્સ મેગેઝીને કહ્યું હતું કે દેશને એક કરવાની ક્ષમતા સરદાર સાહેબમાં જ છે – પ્રધાનમંત્રી મોદી

જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામાં આતંકવાદી હુમલા બાદ, ભારત હવે ટેરર ફાઈનાન્સીયરોને જડથી ઉખાડવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જેમાં તાજેતરમાં આતંકવાદના નેટવર્કને તોડી પાડવા માટે કાર્યવાહી જોર શોરથી ચાલી રહી છે. જેમાં સૂચનાના ભાગરૂપે સુરક્ષા સંસ્થાઓએ આતંકવાદીઓને ફંડ આપાનાર ફાઈનાન્સરોની ઓળખ કરી લીધી છે. આવા 13 લોકોની ઓળખ કરવામાં આવી છે, જે આતંકવાદીઓ અને પથ્થરબાજોને નાણાં આપી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના ઈશારે આતંકવાદીઓ અને પથ્થરબાજોને આ લોકો નાણાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ, જે 13 લોકોની ઓળખ કરવામાં આવી છે તેમાં હિઝબુલના સ્થાપક લીડર સૈયદ સલાઉદ્દીન, કટ્ટરપંથી હુર્રિયતના નેતાઓ અને અન્ય કટ્ટરપંથી કારોબારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે 13 વ્યક્તિઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમની સંપત્તિ પણ ઓળખી કાઢવામાં આવી છે. જયારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા સપંત્તિને ઓળખી કાઢવામાં આવ્યા બાદ કાર્યવાહી ચાલૂ કરી દીધી છે. કાર્યવાહી કરતા સમયે, જે વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે તેમાં લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ આતંકવાદીઓ પણ સામેલ છે.

આ પ્રકારની ગતિવિધિમાં યુવાનો જોડાય અને તેઓને ખોટા રસ્તે ચડાવવા માટે કાશ્મીરમાં આવેલા આતંકી સંગઠનોના આગેવાનોને નાણાં આપવામાં આવે છે. જેમાં સુરક્ષા દળો, કેમ્પ અને તેમના કાફલાઓ પર હુમલો કરવા હેતું નાણા આપવામાં આવે છે. અને હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથીઓ પણ પોતાનું આગવું સ્થાન જાળવી રાખવા માટે આ પ્રકારની ગતિવિધિમાં સાથ આપે છે. સોશીયલ મીડિયાના અહેવાલ મુજબ, આ પ્રકારના લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. અને હવાલા મારફતે આ લોકોને પૈસા પહોચાડવામાં આવે છે.
આ પ્રકારની ગતિવિધી પર સંકજો બનાવવા સુરક્ષા સંસ્થાઓ કાર્યવાહી કરી રહી છે. અને આવા કંટ્ટરપંથીઓની સુરક્ષા પણ પરત ખેચી લેવામાં આવી છે. અને પ્રથમ તબક્કાના ભાગ રૂપે ટેરર ફન્ડીંગ ગતિવિધિ તરીકે સાત કરોડ રૂપિયાની ઓળખ કરી લેવામાં આવી છે.